Sihor
સિહોરમાં શુક્રવારે ઉજવાશે વિશ્વકર્મા જયંતિ; યોજાશે વિવિધ કાર્યક્રમોના આયોજનો
પવાર
- ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા સિહોર હનુમાનધારા ખાતે વિવિધ આયોજનો, પૂજન કીર્તન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
સિહોરમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ ધામધૂમથી શહેરના હનુમાનધારા ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ અને સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ “વિશ્વકર્મા જયંતી” નિમિત્તે સિહોર ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં શુક્રવાર તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિ ઉજવાશે આ પ્રસંગે હનુમાનધારા ખાતે પૂજા અર્ચના આરતી છપ્પન ભોગ પ્રસાદ સમૂહ ભોજન આયોજન થયું છે. આ આયોજનમાં સહભાગી થવા સિહોર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગુર્જર સુતાર જ્ઞાતિજનોને દ્વારા આપેલ કરવામાં આવી છે. અહીં કાર્યક્રમમાં સંતો-મહંતો વગેરે અતિથિ વિશેષ રૂપે પધારશે. તમામ વિશ્વકર્મા વંશજોને ઉપરોક્ત પ્રસંગે પધારવા અનુરોધ થયો છે આયોજનને સફળ બનાવવા સમાજના સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.