Sihor

સિહોરમાં આજે વિશ્વકર્મા જયંતિ ઉજવણી થઈ : સૃષ્‍ટિના સર્જનહારને વંદન : દર્શનાર્થીઓ ઉમટયા

Published

on

Pvar

  • વિશ્વકર્મા જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી ; અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું

આજે વિશ્વકર્મા જયંતિ છે. સૃષ્‍ટિના સર્જનહારને ભાવ વંદના કરવા દર્શનાર્થીઓએ શ્રદ્ધા આસ્થા સાથે વંદન કર્યા હતા કડીયા, કુંભાર, લુહાર, સુથાર, દરજી, સોની એમ કલાકારીગર વર્ગના ઇષ્‍ટદેવ શ્રી વિશ્વકર્મા મહાપ્રભુજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આખો દિવસ ધર્મમય કાર્યક્રમોના આયોજનો થયા હતા.

vishwakarma-jayanthi-celebrated-in-sihore-today-salutations-to-the-creator-of-creation-visitors-thronged

ઘરે ઘરે તેમજ ધંધાના સ્‍થળોએ પણ કલાકારીગર વર્ગ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સિહોર સાથે ગોહિલવાડમાં આજરોજ મહાસુદ તેરસના મહાપર્વે વિશ્વકર્મા પ્રભુજીની જન્મજયંતીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી, જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, વિશ્વકર્મા જન્મજયંતીની ઉજવણી પ્રસંગે સમસ્ત લુહાર, સુથાર, કંસારા, શિલ્પી પરિવારો દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

vishwakarma-jayanthi-celebrated-in-sihore-today-salutations-to-the-creator-of-creation-visitors-thronged

લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, સિહોરના સુપ્રસિદ્ધ હનુમાનધારા ખાતે વિશ્વકર્મા ભગવાન ની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી.જેમાં મહાપૂજા,મહાઆરતી, અન્નકૂટ તેમજ મહાપ્રસાદ (ભોજન) નું સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં સમાજ ના પ્રમુખશ્રી આગેવાનો.મહાનુભાવો, વડીલો,સમાજ શ્રેષ્ઠીઓ, માતાઓ બહેનો.યુવાનો સહિત આ વિશ્વકર્મા ભગવાન જન્મજયંતિ અંતર્ગત કેક કાપી ઉજવવામાં આવી હતી આ કાર્યક્રમ નું આયોજન સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવેલ

Trending

Exit mobile version