Bhavnagar

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખસો ઝડપાયા

Published

on

પવાર

લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ વિદેશી દારૂ,મોબાઈલ મળી કુલ રૂ.૨,૬૦,૮૦૦ કબજે કર્યો

ભાવનગર શહેરના કુંભારવાડા, રામદેવનગરનાં નાંકે પાસે થી વિદેશી દારૂ ભરેલી બે કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર  એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફનાં સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

Two persons were caught with a car full of foreign liquor in Kumbharwada area of Bhavnagar

તે દરમ્યાન ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી રહે.રૂવા તા.જી.ભાવનગર તેની મારૂતિ સ્વીફટ કાર રજી.નંબર-GJ-05-CG 0282 તથા મુકેશ ઉર્ફે ભોપો રહે.સુભાષનગર,ભાવનગર  તેની ટાટા ઇન્ડિગો કાર GJ-06-DG-5967માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી કુંભારવાડા,નારી રોડથી પસાર થવાનાં હોવાની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો કર્યો હતી

Two persons were caught with a car full of foreign liquor in Kumbharwada area of Bhavnagar

કુંભારવાડા, રામદેવનગરનાં નાંકે થી પસાર થતી બંને કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી,મુકેશ ઉર્ફે ભોપો કિશોરભાઇ ચૌહાણને વિદેશી દારૂ ,બે કાર ,મોબાઈલ મળી કુલ રૂ.૨,૬૦,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Exit mobile version