Bhavnagar

ભાવનગરમાં બેટરીઓની ચોરીઓ કરતા ત્રણ શખ્સોને LCBએ ઝડપી પાડ્યા

Published

on

પવાર

ભાવનગર જિલ્લામાં થયેલ મોબાઇલ ટાવર તથા ટ્રકોની બેટરી ચોરીઓ કરતા ત્રણ શખ્સોને કુલ રૂ.૩,૧૧,૦૦૦ નાં મુદામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી  પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ માં હતાં.

LCB nabbed three persons stealing batteries in Bhavnagar

તે દરમ્યાન ઇકો કારમાં મોબાઇલ ટાવરની બેટરીઓ લઇને ત્રણ શખ્સો કાળાતળાવ તરફથી સનેસ, નિરમા ચોકડી થઇને અમદાવાદ તરફ જઇ રહેલ હોય બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાંચ ખેતા ખાંટલી, બજરંગદાસ બાપાની મઢુલી પાસે રોડ પર વોચમાં ગોઠવી ત્યારે કાર નંબર- GJ-04-DN 7870ને અટકાવી તલાસી લેતાં ચોરાઉ બેટરીઓ મળી આવતા હિતેશભાઇ હીરાભાઇ બારૈયા ઉ.વ.૨૭,ચિરાગ ઉર્ફે બદી ઘુસાભાઇ ગોહિલ ઉ.વ.૧૯,ગોવિંદભાઇ મંગાભાઇ દિહોરા ઉ.વ.૨૨ ને બેટરી ,કાર મળી કુલ રૂ.૩,૧૧,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઘરપકડ કરી આગળની કાર્યવાહી માટે વેળાવદર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

Exit mobile version