Bhavnagar
ભાવનગર ગ્રામ્ય બેઠક પર બે મહારથીઓની પ્રતિષ્ઠા દાવ પર : કોણ જીતશે..? અવનવા તર્કવિતર્ક
બરફવાળા
- ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ : સભા-રેલી-વોર્ડવાઈઝ બેઠકોનો ધમધમાટ : રાત થોડી અને વેસ જાજા જેવો ઘાટ : શિયાળાની ઠંડીમા જબરો રાજકીય ગરમાવો
ભાવનગર ગ્રામ્ય બેઠક પર પર બે મહારથીઓ ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે ભાજપ-કોંગ્રેસના બન્ને ઉમેદવાર એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે.સભા-રેલી-વોર્ડવાઈઝ બેઠકોનો ધમધમાટ પ્રવર્તે છે. શિયાળાની ઠંડીમા જબરો રાજકીય ગરમાવો જોવા મળે છે.કોને કયાંથી કેટલા મત મળશે..? કોણ બાજી મારશે..? કોણ પરાસ્ત થશે..? કોની ભૂમિકા શુ હશે..? સહિતના વિવિધ મુદ્દે અવનવા રાજકીય તારણો મંડાઈ રહ્યા છે.
મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાત થોડી અને વેસ જાજા જેવો ઘાટ ઉભો થયો છે. ખાસ કરી કોંગ્રેસ-ભાજપના બન્ને મહારથીઓ મેદાનમા રહ્યા છે.જેથી બન્ને ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામશે એ નિશ્ચિત બન્યુ છે.
સામાન્ય રીતે ગુજરાતમા કોંગ્રેસ-ભાજપ વચ્ચે જ હંમેશા સીધી સ્પર્ધા હોય છે,પરંતુ આ ચૂંટણીમા આમ આદમી પાર્ટીએ જોરશોરથી રાજ્યભરમા મેદાનમા ઉતરતા ત્રિપાંખિયા જંગની સ્થિતિ નિર્માણ થવા પામી છે. ખાસ કરી ભાજપ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાભર્યા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉમેદવારો સમગ્ર વિધાનસભા ક્ષેત્રમા વેગવંતો પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે.જબરો રાજકીય માહોલ પ્રવર્તે છે.
ચૂંટણી કાર્યાલયો ખુલ્લા મુકાયા છે.સભા વોર્ડ વાઈઝ મીટીંગો ગામડાઓના પ્રવાસ વચ્ચે શિયાળાની ઠંડીમા સાર્વત્રિક રાજકીય ગરમાવો છે.અવનવા તર્કવિતર્ક રાજકીય ગણિત મંડાઈ રહ્યા છે.