Bhavnagar

ભાવનગર ગ્રામ્યમાં ચૂંટણીનાં રણસંગ્રામમાં હજુ ગરમાવો જામ્યો નહી ; મતદારોનું અકળ મૌન

Published

on

બરફવાળા

  • ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ બરોબર જામશે ; ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનું અકળ મૌન ; ભર્યા નાળિયેર જેવી સ્થિતિ

આમ ગણો તો હવે વિધાનસભાની ચૂંટણીના મતદાન સમયને ગણ્યા ગાઠયાં દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણીનો ખૂબ જ સચોટ ચિતાર રજૂ કરવામાં ભલભલા રાજકીય ચૂંટણી વ્યૂહ રચનાકારો પણ ગોથું ખાઈ રહ્યા હોય એવો માહોલ દિનપ્રતિદિન ઉપસ્થિત થતો જાય છે. ભાવનગર ગ્રામ્ય બેઠક પર આ વખતની વિધાનસભાની ચૂંટણી ઐતિહાસિક બનવા જઈ રહી છે. લોકોના મન અકળ છે પરંતુ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ સીટો અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ચૂંટણી સંગ્રામ એવો ચકરાવે ચડયો છે કે હાલ તો કોના કિસ્મતમાં આ વિધાનસભાની બેઠક ફળશે એ તો સંપૂર્ણ ભર્યા નાળિયેર જેવું છે. તમામ ઉમેદવારો જીતના મોટા દાવાઓ કરે છે પરંતુ ખોંખારો ખાઈને હજુ સ્પષ્ટરીતે કશું કહી શકાય તેવુ પ્રથમ દ્રષ્ટિએ લાગતું નથી. એક વાત ચોક્કસ કે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે જંગ ખૂબ રોમાંચક, રસપ્રદ બનતો જાય છે. અંતિમ પત્તું ટ્રમ્પ કાર્ડ કોણ ઉતરશે અને તેના પ્રતિભાવો કેવા હશે ? એ તો સમય જ કહેશે ખરેખર આ વખતની ચૂંટણીએ તમામ રાજકીય પક્ષો માટે ચિંતનનો વિષય તો ઉપસ્થિત કરી જ દીધો છે. એમ કહેવાય છે કે મહાભારત કાળમાં કુરૂક્ષેત્રનાં રણમેદાનની સજજતાથી પણ બે વેંત ચડે એવો આ વિધાનસભાનો રણસંગ્રામ છે.

Exit mobile version