Sihor

પાલિકાને પ્રોફેશનલ બનતી અટકાવવા સિહોરની સામાજિક અને રાજકીય સંસ્થાઓએ ચડાવી બાયો

Published

on

બ્રિજેશ

ગઈકાલે સિહોર નગરપાલિકા ની સેવા આપતી એમ્બ્યુલન્સ નું ભાડું રાતોરાત બાપુજીનું ખેતર હોય એમ વધારી દેતા સિહોર માં હોબાળો મચી જવા પામ્યો હતો. સેવા આપતી પાલિકા હવે ઉઘાડી લૂંટ માંડી ને બેઠું હોય એમ લોકોમાં ચર્ચાય રહ્યું હતું. ઘણી વગરની સિહોર નગરપાલિકા માં અંધેર નગરી જેવો વહીવટ થઈ ગયો હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે

to-prevent-the-municipality-from-becoming-professional-the-social-and-political-institutions-of-sihore-are-a-chadavi-bio

ત્યારે એમ્બ્યુલન્સ ના ભાડા વધારાને લઈને સિહોર શિવસેના દ્વારા નાયબ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરવામાં આવી છે અને યોગ્ય કરવા પણ રજુઆત કરવામાં આવી હતી તો સાથે સિહોર સામાજિક સંસ્થાના આગેવાન અને પત્રકાર હરીશ પવાર અને કેશુભાઈ સોલંકી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપીને આ બાબતે યોગ્ય કરવા રજુઆત કરી હતી.

Exit mobile version