Sihor

પાલિકા બની પ્રોફેશનલ – ઘણી થઈ બેઠા છે સિહોર પાલિકાના અમુક કર્મચારીઓ

Published

on

પવાર

  • એમ્બ્યુલન્સ ભાડાના ૨૫૦ રૂપિયા ના સીધા જ.. ૮૦૦ રૂપિયા કરી દેતા વિવાદ – સેવા કરવા બેઠા કે લૂંટવા

એક તરફ રાજ્યની ભાજપ સરકાર વહીવટ સુધારવા બેઠી છે તો બીજી તરફ ઘણી વગરની પાલિકા જે વાંઝણી બની ગઈ હોય તેમ કહેવાતા કર્મચારીઓ ચીફ ઓફિસરને ગાંઠ્યા વગર બેફામ વહીવટો આદરી ને બેઠા છે. વધુમાં જેને જવાબદારી સોંપવામાં આવી છે એવા અધિક કલેક્ટર પટેલ ને જો ટાઈમ ન મળતો હોય તો જે તે ઉપરી તંત્રના અધિકારી અન્ય કોઈને પાલિકાની જવાબદારી વહેલા સોંપી દે તો સારું. સિહોર નગરપાલિકા રાહતદરે આપતકાલીન સાધનો ભાડે આપીને ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપતી હોય છે. ત્યારે નગરપાલિકા ની એમ્બ્યુલન્સ નું સિહોર થી ભાવનગર નું ૨૫૦ ભાડું હતું જે સીધું જ ૮૦૦ રૂપિયા ઉઘરાવાનું શરૂ કરી દેતા હોબાળો મચવા પામ્યો હતો. ખાનગી એમ્બ્યુલન્સ પણ આના કરતાં ઓછા ભાડામાં પુરી સગવડ સાથે સેવા આપે છે. તો આ કોઈની પણ રજા મંજરી વગર ઇમરજન્સી માં સેવા આપતી એમ્બ્યુલન્સ ને ખાનગી કરણ કરવામાં કોને એટલો બધો રસ પડી રહ્યો છે તે પ્રશ્ન ઉદ્દભવ્યો છે. ત્યારે અહીંના અમુક કહેવાતા કર્મચારીઓ ચીફ ઓફિસરને ઊંધા ચશ્માં પહેરાવી પ્રજાનું અહીત કરી પાલિકાને ખાડે નાખવાનું મનસૂબો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હવે તો આ વહીવટી તંત્ર મોટા ખાડા માં પડે એ પહેલાં સરકાર કોઈ યોગ્ય જવાબદાર વહીવટીદાર ને સિહોર નગરપાલિકા નું શાસન સોંપે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

The municipality has become a professional - some employees of the Sihore municipality have become a lot

  • સમગ્ર મામલે કોંગ્રેસ મેદાને, રજુઆત, કર્મચારી સામે કાર્યવાહીની માંગ

સિહોર નગરપાલિકામાં હાલ વહીવટદાર નું શાસન હોય અને પાલિકા રણીધણી વગરની હોય એવું લાગી રહ્યું છે ત્યારે સિહોર નગરપાલિકા ના અમુક અધિકારીઓ દ્વારા સિહોર નગરપાલિકા સંચાલિત એમ્બ્યુલન્સ વાહન જેનું મીનીમમ ભાડું ગઈકાલ સુધી 250 રૂપિયા જેટલું જ હતું તેને રાતોરાત ત્રણ ગણું વધારીને પ્રાઈવેટ એમ્બ્યુલન્સ કરતા પણ વધુ 800 રૂપિયા કરી દેવામાં આવતા શહેરના જાગૃત નાગરિકો દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ને જણાવતા તેઓ દ્વારા આજરોજ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરના પ્રતિનિધિ ને રૂબરૂ રજૂઆતો કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,ધીરુભાઈ ચૌહાણ, રાજુભાઈ ગોહેલ,યુવરાજ રાવ તથા ધવલ પલાનીયા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Trending

Exit mobile version