Gujarat

આધાર અને પાનકાર્ડ લીંકઅપ કરાવવાની મુદતમાં ત્રણ માસનો વધારો

Published

on

બરફવાળા

  • હવે તા.30 જુન સુધીમાં લીંકઅપની સુવિધા રૂા.1000 ની ફી યથાવત: 30 જુન બાદ લીંકઅપ નહિ થયેલા તમામ પાનકાર્ડ ડી-એકટીવેટ થઈ જશે.

પાન-આધારકાર્ડના લીંકઅપની મુદત હવે તા.30 જુન 2023 સુધી લંબાવવામાં આવી છે.તા.31 માર્ચના રોજ આ મુદત પુરી થઈ જતી હતી પરંતુ દેશભરમા હજુ કરોડો પાનકાર્ડ ધારકોએ આધાર સાથે લીંકઅપ કરાવ્યુ ન હોવાથી અને ટેકનીકલ મુશ્કેલી સર્જાય રહી હોવાથી આજે નાણામંત્રાલયે એક નોટીફીકેશન બહાર પાડીને લીંકઅપ કરાવવાની મુદત તા.30 જુન સુધી લંબાવી છે અને તેમાં રૂા.1000 ની ફી યથાવત રાખવામાં આવી છે.

three-months-extension-in-aadhaar-and-pan-card-linking-period

જો 30 જુન સુધીમાં આ લીંકઅપ નહિં થાય તો રૂા.1000 થી પણ વધુ તે સમયે નિશ્ચિત થનારી ફી મુજબ આ લીંકઅપ કરાવી શકાશે.જોકે તે સમય દરમ્યાન પાનકાર્ડ ઈન-એકટીવેટ થઈ જશે અને તેને રી-એકટીવેટ કરાવવાનું રહેશે.આ સમયગાળો 30 દિવસનો રહેશે અને ત્યારબાદ ફરીવાર લેઈટ ફી અને મોટા દંડ સાથે પાનકાર્ડ રીએકટીવેટ થઈ શકશે.

Exit mobile version