Gujarat

આવતીકાલથી લગ્નસરાની શરણાઈ ગુંજશે : ઢોલ ઢબુકશે

Published

on

પવાર

  • જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લગ્નનાં શુભ મુહુર્તો : તા.26મી ફેબ્રુઆરીથી હોળાષ્ટકમાં લગ્ન નિષેધ : સૌથી વધુ મે માસમાં 18 જેટલા શુભ મુહુર્ત : સંવંત-2079માં કુલ 63 લગ્ન મુહુર્ત

ઉતરાયણ પર્વની સમાપ્તી સાથે આવતીકાલ મંગળવારથી લગ્નસરા શરણાઈ-ઢોલ ઢબુકશે લગ્ન માટેના શુભ મુહુર્ત હોવાથી પરી લગ્નસરાની મોતમ ખીલી ઉડશે. તા.17-1-2023 પોષ વદ દશમને મંગળવારના દિવસથી વિધિવત લગ્નના મુહુર્તોની શરૂઆત થશે જેમાં જાન્યુઆરી મહિનામાં તા.17, 18, 25, 26, 27, 28, 31 ફેબ્રુઆરી મહિનામાં 1,6, 7,10,11, 14,16,22 23. આમ કમુર્તા પછી 16 જેટલા લગ્નના સારા મુહુર્તો છે, જયારે તા.26-2-23થી 6-3-23 હોલીકા દહન સુધી હોળાષ્ટક છે. આમાં લગ્ન નથી થઈ શકતા આથી મુહુર્તો નથી. હોળાષ્ટક પછી માર્ચ મહિનામાં 6 જેટલા લગ્નના શુભ મુહૂર્તો છે.

From tomorrow, wedding chants will echo: drums will beat

માર્ચ મહિનાના શુભ મુહૂર્તોની યાદી: 8,9,10, 11,13,14. મીનારક કમુહર્તા તા.14-3-23થી 14-4-23 સુધી છે. અને ગુરૂ ગ્રહનો અસ્ત 28 એપ્રિલ સુધી છે. આથી ત્યાર બાદ મે મહિનામાં લગ્નના મુહુર્તો છે. મે મહિનાના લગ્નના મુહુર્તો તા.2,3,4, 6,7,8, 9,10, 11, 12, 15, 16, 21, 22, 27, 29, 30, 31. આબ સૌથી વધારે 18 જેટલા મે મહિનામાં લગ્નના મુહૂર્તો છે, જયારે જુન મહિનામાં 11 જેટલા લગ્નના મુહૂર્તો છે. જુન મહિનાના લગ્નના મુહૂર્તોની યાદી તા.3,6, 7,8, 11,12, 13, 23, 26, 27, 28 ત્યારબાદ તા.29-6-22થી ચાતુર્માસનો પ્રારંભ થશે. ચાતુર્માસમાં લગ્ન થઈ શકતા નથી. તારીખ 22 એપ્રિલને શનિવારના દિવસે અખાત્રીજનું લગ્નનું વણજોયું મુહૂર્ત છે. આમ સંવત 2079માં 63 લગ્નના શુભ મુહૂર્તો છે.

Exit mobile version