Bhavnagar
બોગસ બિલીંગ કૌભાંડ : ડેટા સાથે ચેડાનું વધુ એક આધાર કેન્દ્ર ભાવનગરમાં ઝડપાયું
પવાર
- પાલીતાણા અને ભાવનગરના આધાર સેન્ટરમાં ચેડાની 2721 બોગસ GST નંબર મેળવાયા ; રાજય જીએસટી વિભાગનો સપાટો : કાર્ડધારકના ‘પાન’ પણ નિકળી ગયા હતા : જંગી ટેક્ષ-મોટી તથા બોગસ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવાયા
રાજયના જીએસટી વિભાગ દ્વારા રૂા.4120 કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદની તપાસમાં ભાવનગરમાં વધુ એક આધાર સેન્ટર પર દરોડા પાડી આધારકાર્ડના ડેટા સાથે ચેડા કરવાનું રેકેટ ઝડપી લીધુ છે અને હવે તેનાથી દેશના નાગરિકોની ઓળખ તથા બેન્ક સહિતના તમામ વ્યવહારો માટે ‘આધાર’ બનેલા આધારકાર્ડના ડેટાની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે તથા ખાસ કરીને બોગસ બિલીંગ સહિતના આધારના ડેટાના ચેડા રાજયવ્યાપી કૌભાંડ હોવાનું પણ માનવામાં આવે છે. ભાવનગરને આધાર કેન્દ્ર પરના દરોડામાં 1200 જેટલા કાર્ડના મોબાઈલ નંબર સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું અને તે બદલી નખાયાનું જાહેર થયું છે. હજું બે સપ્તાહ પુર્વે જ પાલીતાણામાં રાજય જીએસટી વિભાગે દરોડા પાડીને 1525 આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબરમાં ચેડા અને તે બદલી નાખવાના રેકેટનો પર્દાફાશ કર્યા હતા અને બાદમાં તેનો જીએસટી નંબર મેળવવામાં ઉપયોગ થતો હતો. બોગસ જીએસટી નંબર મેળવવાની આ નવી મોડેસ ઓપરેન્ડી જોવા મળી છે.
જે બાદ આ નંબર પરથી બોગસ બિલીંગ કૌભાંડ આચરવામાં આવે છે અને તેના આધારે કરોડો રૂપિયાની બોગસ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવાય છે. અને પ્રાથમીક રીતે જવાબ મળ્યું છે કે આ પ્રકારે 100થી વધુ બોગસ જીએસટી નંબર મેળવાયો છે. જેના ડેટા સાથે અહી ચેડા કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 2821 જીએસટી નંબર આ રીતે ચેડા કરીને મેળવાયા છે. જેમાં 663 કેન્સલ કરાયા છે. જેમ રૂા.14596 કરોડના બોગસ બિલ જનરેટ કરીને રૂા.1140 કરોડની ટેક્ષ ક્રેડીટ મેળવાઈ હતી અથવા ટેક્ષ ભરાયો ન હતો.ભાવનગર ઉપરાંત પાલીતાણા, અમરેલી, અમદાવાદ, અને આણંદમાં રહેતા લોકોના આધારકાર્ડની સાથે ચેડા કરી તેના આધારે સુરતમાં બોગસ જીએસટી નંબર મેળવાયા હતા અને તેઓ અનેકને તો તેના આધાર નંબર સાથે જે પાનકાર્ડ જોડાયા હતા તે ખુદે કરી ‘પાન’ કાર્ડ મેળવ્યું ન હતું અને તેના આધાર સાથે ચેડા કરાયા હતા. દેશમાં 2721 આ પ્રકારના આધારકાર્ડ ચેડા સાથે જીએસટી નંબર મેળવ્યા હતા જેમાં ફરી ગુજરાતમાં જ 1662 ફ્રોડ થયા છે.