Sihor

સિહોરના ગઢુલા ગામમાં વૃદ્ધ મહિલાના બંધ મકાનમાં ધોળા દિવસે ચોરી

Published

on

પવાર

તસ્કરો દાગીના સહિત 1.59 લાખની મત્તા લઇ ગયા

સિહોર તાલુકાના ગઢુલા ગામમાં આવેલ વાવડી પાટી વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાના બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કર સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂ.1.59 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ગઢુલા ગામ,વાવડી પાટી વિસ્તારમાં એકલા રહેતા અને ખેતીવાડી કરતા જીતુબેન માવજીભાઈ ધોળા ઉં.વ. 65 ગત તા. 3/6 ના રોજ સવારે 7:30 વાગે તેમની વાડીમાં આટો મારવા ગયા હતા.

Theft in the closed house of an old lady in Garhula village of Sihore

ત્યારબાદ પરત આવી તેમના પાડોશી પરસોતમભાઈ હરજીભાઈના ઘરે ગયા હતા તે દરમિયાન તેમના ઘરના ડેલાનું તાળું ખોલી ડેલાની બારી અંદરની તરફથી બંધ કરી ઘરમાં પ્રવેશેલ તસ્કરોએ ઘરના વચ્ચેના રૂમમાં કબાટ તોડી કબાટની અંદર તકિયાની વચ્ચે રાખેલ સોનાની બે બંગડી, સોનાની કાનની બે બુટ્ટી, જુના ચાંદીના છડા, સોનાની રુદ્રાણી માળા મળી કુલ રૂ. 1.58 લાખના સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂ. 1000 મળી કુલ રૂ. 1,59,000 ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરીની આ બનાવ અંગે જીતુબેન માવજીભાઈ ધોળાએ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Exit mobile version