Mahuva

મહુવામાં બંધ મકાનમાં તસ્કરોની ધાડ : રૂ.૯.૨૯ લાખની મુદામાલની ચોરી

Published

on

દેવરાજ

  • બહારપરા વિસ્તસરમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયો હતો ત્યારે તસ્કરો કસબ અજમાવી ગયા

મહુવાના બારપરા વિસ્તારમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયો હતો તે દરમિયાન  બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી  કબાટ અને પટારામાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂ.૯.૨૯ લાખની માલમત્તાની ચોરી કર નાસી છૂટયા હતા આ બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મહુવાના બહારપરા, મહાલક્ષ્મી મંદિર પાછળ આવેલ બચુભગતવાળા ખાંચામાં સંયુક્ત પરિવારમાં રહેતા અને જનતા પ્લોટ વિસ્તારમાં હાર્ડવેરની દુકાન ધરાવતા અશોકભાઈ કાબાભાઈ ભાલરીયા પરિવાર સાથે અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં

Smugglers raid a closed house in Mahuva: Theft of valuables worth Rs.9.29 lakh

ગયા હતા તે દરમિયાન  બંધ મકાનના લોખંડના ડેલાનું તાળું તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો અશોકભાઈ,તેના ભાઈ સુરેશભાઈ અને માતાના રૂમમાં રાખેલ લોખંડના કબાટ અને પટારામાં રાખેલા રોકડા રૂપિયા,સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.૯.૨૯ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અશોકભાઈએ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version