Sihor

સિહોરના શર્મા પાર્કમાં આવેલ બંધ મકાનમાં ચોરી ; ચાંદીના આભુષણો, એલઇડી ટીવી, સહિતની ચીજવસ્તુઓની ચોરી

Published

on

કાર્યાલય

સિહોરના શર્મા પાર્ક વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે પરપ્રાંતીય પરિવારના બંધ મકાનમાં ગઈકાલે રાત્રીના અજાણ્યા શખ્સો પ્રવેશી ઘરમાં રહેક ઠાકોરજી મંદિરના ચાંદીના આભુષણો તેમજ એલઇડી ટીવી સહિતની ચીજવસ્તુઓ ચોરી કરીને પલાયન થયા હતા સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ફરીયાદની તજવીજ હાથ ધરી હતી.

Burglary in a locked house in Sharma Park, Sihore; Theft of items including silver ornaments, LED TV, etc

સિહોર અમદાવાદ રોડના રેલ્વે ફાટક નજીક ગુરૂકુલ પાછળ આવેલ શર્મા પાર્ક વિસ્તારમાં ગતરાત્રીના સમયે બંધ મકાનમાં ચોરી થયેલ પાડોશમાં રહેતા પરિવારો જાગી જતા મકાનમાં પ્રવેશેલ અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા. અહીં રહેતા મુકેશકુમાર ભુવનેશ્વર જેઓ છેલ્લા ઘણા વર્ષોથી સિહોરમાં સ્થાયી છે અને છેલ્લા બે થી ત્રણ વર્ષ થી પોતાના માલીકી મકાનમાં રહે છે.

Burglary in a locked house in Sharma Park, Sihore; Theft of items including silver ornaments, LED TV, etc

બે ત્રણ માસથી મકાન બંધ હોય અને તેઓ ગઈકાલે જ પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે પાડોશીઓ ને ધ્યાન જતા આ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતા જેની જાણ મકાન માલિક પરપ્રાંતીય મુકેશકુમાર સિંઘને કરાતા તેઓ પોતાના વતન જઈ રહ્યા હતા.

Burglary in a locked house in Sharma Park, Sihore; Theft of items including silver ornaments, LED TV, etc

અને સવારે ફોન આવતા ચોરી થયાના સમાચાર ને લઈ તેઓ સિહોર પરત ફર્યા હતા પોતાના મકાનમાં નકુચો તોડી અજાણ્યા શખ્સો ઠાકોરજી મંદિર ના ચાંદીના, આભૂષણો, એલઇડી ટીવી, સહિત અંદાજે ૩૦ થી ૪૦ હજાર જેટલી કિંમત ના મુદ્દામાલ સાથે ચોરી થયેલ જે અંગેની પોલીસ તંત્ર ને જાણ કરવામાં આવેલ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે

Advertisement

Exit mobile version