Sihor

સિહોરના રાજમાર્ગો પર ગુંજી ઉઠશે ‘જય શ્રીરામ’ નો ગગનભેદી નાદ : શોભાયાત્રા

Published

on

દેવરાજ

રામ જિનકા નામ હૈ, ‘અયોધ્યા જિનકા ધામ હૈ’, ઐસે રઘુનંદન કો હમારા પ્રણામ હૈ…કાલે રામલલ્લાના જન્મ વધામણામાં શ્રધ્ધા-ભકિતનો રચાશે સંગમ ; વિહિપ-બજરંગદળ દ્વારા શોભાયાત્રાના આયોજનો : રામ મંદિરોમાં સવારથી સાંજ સુધી ભકિતમય કાર્યક્રમોના આયોજનો

રામનવમીનો પરમ પવિત્ર દિવસ છે. રામલલ્લાના જન્મ વધામણા કરવા સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરો થનગનાટ છે. રામમંદિરોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ અનેરા ઉમંગ સાથે ઉજવાશે. મહાઆરતી, પ્રસાદ, ધજારોહણ, શોભાયાત્રા વગેરેના આયોજનો થયા છે. આવતીકાલે સિહોર સાથે સૌરાષ્ટ્ર-કચ્છ રામમય બની જશે. આવતીકાલે રામનવમીનો પરમ પાવન દિવસ છે. ત્યારે રામ મંદિરોમાં આવતીકાલે રામજન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. આવતીકાલ વિશ્ર્વ હિદું પરીષદ તથા બજરંગદળના નેજા હેઠળ દર વર્ષેની જેમ ભગવાન શ્રીરામના પ્રાગટયને વધાવવા ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. પાબુજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને રાજમાર્ગો પરથી પસાર થઈને મોટાચોક ઠાકર દ્વારા મંદિર ખાતે સંપન્ન થશે.

The thunderous sound of 'Jai Shri Ram' will reverberate on the highways of Sehore tomorrow: Shobhayatra

આ શોભાયાત્રામાં અગ્રગણ્ય સાધુ સંતો તથા રાજકીય સામાજીક આગેવાનો જોડાશે. રથયાત્રાના રૂટમાં આવતા માર્ગો પર ઠંડુ પાણી, શરબત, ફળાહાર, નાસ્તા વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શોભાયાત્રામાં સર્વ પ્રથમ ધર્મધ્વજ, સંગીતની સુરાવલી વહાવતું બેન્ડ, ફલોટસ, બાઈક પર સવાર યુવાનો તથા ફોરવ્હીર વાહનો વગેરે જોડાશે. સમગ્ર રથયાત્રાના રૂટમાં કાયદો વ્યવસ્થા તથા ટ્રાફીકના સંચાલન માટે પોલીસ તંત્ર તહેનાત રહેશે. આયોજનને સફળ બનાવવા વિહિપ બજરંગદળ, કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version