Sihor
કાલે સિહોર સિંધી સમાજ શ્રધ્ધા અને ભકિતથી ઉજવશે ઝુલેલાલ જયંતી ; દિવસભરના વિવિધ કાર્યક્રમોના આયોજનો
પવાર
‘આયોલાલ ઝુલેલાલ’ના ગગનભેદી નાદ સાથે પ્રભાતફેરી, શોભાયાત્રા, પૂજન, અર્ચન, ભંડારા સહિતનાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન, તમામ ઉજવણીને આખરી ઓપ અપાયો : સિંધી સમાજમાં ઉમંગ-ઉત્સાહ
કાલે સિહોર સહિત સમગ્ર જિલ્લામાં ‘આયોલાલ ઝુલેલાલ’ના નાદ સાથે મહાઆરતી, શોભાયાત્રા, પ્રસાદ, લંગર, પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આવતીકાલે 1073મો ઝુલેલાલ જન્મોત્સવ ઉજવાશે. સમગ્ર સિંધી સમાજમાં ઝુલેલાલ જયંતીની ઉમંગભેર ઉજવણી કરાશે. સિહોરમાં સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતીની ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. પ્રભાત ફેરી, શોભાયાત્રા, લંગર સહિતના આયોજનો થયા છે. સિહોરમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની તા. 23 માર્ચના રોજ કરવામાં આવશે આવતીકાલે સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝુલેલાલ જયંતીની ઉજવણી ધર્મોલ્લાસ સાથે કરાશે. સિંધી સમાજ દ્વારા તૈયારીઓ થઈ રહી છે. સવારે પ્રભાતફેરી, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા છે.
સિંધી કોલોનીના ઝુલેલાલ મંદિરને શણગારવામાં આવેલ છે. માતાજીના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની ઉજવણી સાથે મહારાષ્ટ્રીયન લોકો પોતાના નવા વર્ષ ગુડી પડવા સાથે કાલે ચેટીચંડની ઉજવણી માટે સિંધી સમાજમાં ઉત્સાહ, ઉમંગ પ્રવર્તી રહ્યો છે. આ દિવસે ઝુલેલાલનો જન્મ દિવસ હોય સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા, ભંડારા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલની જન્મ જયંતી દિને સિંધી ભકિત, સંગીત, મહાઆરતી સાથે બાળકો માટે રમતોત્સવ સહિતના કાર્યક્રમોની વિવિધ વિસ્તારોમાં ચેટીચંડની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. આયોલાલ ઝુલેલાલના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નીકળશે. દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન છે.