Sihor
ગુરૂવારે સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘જયશ્રી રામ’નો નાદ ગુંજી ઉઠશે
Pvar
રામલલ્લાના જન્મ વધામણા કરવા લોકોમાં અનેરો થનગનાટ : ઠેર ઠેર શોભાયાત્રા : સિહોરમાં રામનવમીના વિશેષ કાર્યક્રમોના આયોજનો : મંદિરોમાં ગુરુવારના વહેલી સવારથી ભકતોની ભીડ જોવા મળશે: આરતી, પ્રસાદ, શ્રીરામ સ્તવન સ્તોત્ર સહિતના અનુષ્ઠાનો યોજાશે
આગામી તા.30મીના ગુરુવારે રામનવમી તથા હરિજયંતીની ઉજવણી સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં અનેરા ઉલ્લાસ સાથે થશે. ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રા, પ્રસાદ, મહાઆરતી સહિતના આયોજનો કરવામાં આવેલ છે. રામલલ્લાના જન્મ વધામણા અનેરા ઉમંગથી કરવામાં આવશે. રામ મંદિરોમાં ભકતોની ભીડ જોવા મળશે. ચૈત્રી શુદ-1થી રામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. તા.30મીના શ્રીરામ લલ્લાના જન્મ વધામણા નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા છે. રામનવમી અનેરા ઉલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે.
સિહોરમાં શ્રી રામ જન્મોત્સવ ની તડામાર તૈયારી સમગ્ર શહેરમાં ધજા પતાકાથી શણગારવામાં આવ્યું.- ઠેર ઠેર શોભાયાત્રા નું સ્વાગત, ઠંડાપીણા, શરબતો, પ્રસાદ વિતરણ કરવામાં આવશે.આગામી તારીખ 30 ના રોજ મર્યાદા પરૂષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવની સિહોર શહેર માં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે શહેર ના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળશે. જેમાં રથ, ઘોડા, ઉટ ગાડી, શણગારેલા ટેકટરો, ગદા, ટોપ, ધનુષ્ય, વિવિધ વિસ્તારો માં ફ્લોટ બનાવવામા આવી રહ્યા છે ઠેર ઠેર શોભાયાત્રા નું અબીલ ગુલાલ ફૂલ ચોખા થી સ્વાગત કરવામાં આવશે શહેરના વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા, શરબતો, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રાના દર્શન કરવા સિહોર તાલુકાના આસપાસના ગામો માથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે શોભાયાત્રા સાથે મોટી સંખ્યામાં પોલીસ, હોમગાર્ડના જવાનો બંદોબસ્ત રહેશે.