Sihor
સિહોરના વરલ ગામે કાકા પર થયેલ હુમલામાં વચ્ચે પડેલી ભત્રીજીની હત્યા ; ગામમાં પોલીસ દ્વારા કિલ્લેબંધી
પવાર – દેવરાજ
વરલમાં સગીરાની હત્યા બાદ સ્થિતિ તંગ, રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત : પોલીસે ગણતરીની કલાકોમાં છ હત્યારાને દબોચી લીધા, નજીવી બાબતે થયેલી તકરારમાં કાકાને બચાવવા માટે વચ્ચે પડેલી સગીર ભત્રીજીને શખ્સે છરીનો ઘા ઝીંકી દેતા મોત થયું હતું : પરિસ્થિતિ વણસે નહીં તે હેતુથી ગામમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો
સિહોર વરલ ગામે પૂર્વ સરપંચ ઉપર જીવલેણ હુમલો કરવા જતા તેને બચાવવા વચ્ચે પડેલી 16 વર્ષની ભત્રીજી ઉપર હુમલો કરી તેની હત્યા કરી નંખાતા ગામમાં તંગદીલી મચી જવા પામી છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને છ શખ્સોની અટકાયત કરી છે, આ બનાવમાં હુમલાખોર શખ્સને પણ છરી વાગતા હોસ્પિટલ ખસેડાયેલ છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સિહોર તાલુકાનાં વરલ ગામે રહેતા આરીફ અલારખાભાઇ પાપક ટ્રેકટર લેવા માટે ગયો હતો ત્યારે વરલ ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઇ માધાભાઇ બારૈયા સાથે આરીફને બોલાચાલી થતાં આરીફ અને તેની સાથે રહેલા શખ્સોએ ઝઘડો કર્યો હતો.
આરીફ તેની પાસે રહેલ છરી વડે લશ્કરભાઇને મારવા માટે દોડયો હતો તે સમયે ત્યાં હાજર લશ્કરભાઇની ભત્રીજી રાધિકાબેન જગદીશભાઇ બારૈયા (ઉ.વ.16) કાકાને બચાવવા વચ્ચે પડતા આરીફે રાધિકાને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા રાધિકાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવથી ગ્રામજનોનાં ટોળેટોળા બનાવ સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં સિહોર પોલીસ તથા ભાવનગરથી એલસીબી, એસ.ઓ.જી. પોલીસ સહિતનો કાફલો બનાવ સ્થળે વરલ ગામે દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હુમલો કરનાર શખ્સને પણ ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવ બાદ પરિસ્થિતિ વણસે નહિ તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમ્યાન પોલીસે બનાવ અંગે છ શખ્સોની અટકાયત કરી ગણતરીની કલાકોમાં દબોચી લીધા છે
કાકાને બચાવવા જતાં મળ્યું મોત
સિહોર તાલુકાના વરલ ગામે ટાવરનું કામ ચાલુ હોય ત્યા ગુરૂવારે રાત્રીના વરલ ગામે રહેતો આરીફ અલારખભાઈ પાયક ટ્રેકટર લેવા માટે ગયો હતો. જ્યાં વરલ ગામના પુર્વ સરપંચ લશ્કરભાઈ માધાભાઈ બારૈયા સાથે આરીફને બોલાચાલી થઈ હતી. આદરમિયાન ઉગ્ર બોલાચાલીને લઈ આરીફ આવેશમાં આવી તેની પાસે રહેલી છરી લશ્કરભાઈને મારવા માટે દોડયો હતો. તે વેળાએ હાજર લશ્કરભાઈના ભાઈ જગદીશભાઈ બારૈયાની દીકરી રાધિકા પોતાના કાકાને બચાવવા દોડીને વચ્ચે પડતા આરીફે રાધિકાબેનને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
જુથ અથડામણ મામલે પોલીસે કરી કિલ્લેબંધી
સિહોર તાલુકાના વરલ ગામે મોબાઈલ ટાવરના કાટમાળ ખસેડવાની બાબતે થયેલી બોલાચાલીમાં એક સગીરાની હત્યાના બનાવે ચકચાર મચાવી છે અને બે કોમ વચ્ચે થયેલા ઝઘડાંના કારણે ગામની અશાંતિ જોખમી તે પહેલા જ પોલીસે ગણતત્રી ની કલાકોમાં 6 આરોપીને ઝડપી લઇને તમામને લોકઅપનાં હવાલે કર દીધા છે વરલ ગામને પોલીસનાં બંદોબસ્ત થી કિલ્લેબંધી કરી છે.
પોલીસે પણ જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો
નાના એવા વરલ ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી હતી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. જો કે પોલીસે કાફલો સમયસર દોડી ગયા હતા અને આ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને હસ્તગત કરી લીધા હતા. આ કેસમાં સંડોવણી આરોપી પાસે થી પોલીસે ધોકા, લાકડીઓ સહિતના શાસ્ત્રો કબ્જે લીધા હતા. આજે આ બનાવનાં પગલે જયારે સગીરાની સ્મશાન યાત્રા નીકળી ત્યારે સમગ્ર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. પોલીસે પણ જડબેસલાક બન્દોબસ્ત ગોઠવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે હાલ તો આ કેસમાં યુવતીની હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને ૬ શખ્સોને લોક અપ નાં હવા ખાતા કરી દીધા છે
ગણતરીના કલાકોમાં જ આરોપીઓ ઝડપાયા
હત્યાની ઘટનાને લઈ પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસ તપાસ દરમિયાન તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવા પોલીસને ખુબ જ મહત્વની સફળતા મળી હતી
સગા ભાઈને પુત્રી આપી હતી દતક
અત્રે ઉલેખનીય બાબત છે કે મૃતક બાળાને પિતાએ પોતાના સગા ભાઈને પોતાની પુત્રી દત્તક આપી હતી. સિહોર તાલુકાના વરલ ગામે રહેતા લશ્કર ભાઈ બારૈયાનાં નાનાભાઈ જગદીશભાઈ બારૈયાને પુત્ર કે પુત્રી ન હોય તેને લઈને લશ્કરભાઈની પુત્રી રાધિકાને પોતાના જ નાનાભાઈ જગદીશભાઈને દત્તક આપી હતી.