Sihor

સિહોરના વરલ સગીરાની હત્યાનો મામલો : ધારાસભ્યની હાજરીમાં શોકસભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Published

on

કુવાડિયા

સિહોર તાલુકાના વરલ ગામે ગુરુવારે મોડીરાત્રીએ બે કોમના જૂથ વચ્ચે ખેલાયેલા ધીંગાણુંમાં 16 વર્ષની કિશોરીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી જેના પગલે પરિવારજનો અને ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે. આજે સોમવારે વરલ ગામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અને દિવ્યેશભાઈ સોલંકીની હાજરીમાં મૃતક સગીરાની શોકસભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સિહોર તાલુકાના વરલ ગામમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો.

Murder case of Varal Sagira of Sihore: Condolences and tribute program held in presence of MLA

જેની લીઝના પૈસા મામલે ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓ જ્યારે લશ્કરભાઈ પર હુમલો કરી રહ્યા હતા ત્યારે જ નજીકમાં રહેલી તેની ભત્રીજી કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી. જેથી શખ્સોઓએ છરીનો ઘા રાધિકાને મારી દેતા ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

Murder case of Varal Sagira of Sihore: Condolences and tribute program held in presence of MLA

આ ઘટનાને લઇ સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે મૃતકના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી સહિત ભાવનગર જિલ્લાઓમાં જુદી-જુદી જગ્યાએથી કોળી જ્ઞાતિ અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં વરલ ગામ ખાતે દોડી ગયા હતા અને યોજાયેલી ન્યાય સભામાં સગીરાની હત્યા કરનાર મુસ્લિમ શખ્સોને કડક સજા કરવા માંગ કરવામાં આવી હતી. હાલ પણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement

Exit mobile version