Sihor

સિહોરના વરલ ગામે દિકરી રાધિકાના ન્યાય માટે સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા ન્યાય સભા મળી

Published

on

પવાર – બુધેલીયા

  • વરલ ગામે હિંદુ સંગઠનો એકત્ર…
  • તમામ અપરાધીઓને આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસી આપવા માંગ કરાઈ – સમગ્ર મામલે પોલીસનો લોખંડી બંદોબસ્ત

સિહોરના વરલ ગામે બે દિવસ પૂર્વે જૂથ અથડામણમાં ૧૬ વર્ષીય દિકરી રાધિકાની વિધર્મીઓ દ્વારા નિમર્મ હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપીને દબોચી લઈને જેલહવાલે કરી દીધા હતા. ત્યારે આજે વરલ ગામે આવેલ કોળી સમાજની વાડીમાં દિકરી રાધિકાને ન્યાય આપવા માટે શોક સભા સાથે ન્યાય સભાનું આયોજન કરવામાં આવેલ.

samast-hindu-samaj-held-a-justice-meeting-for-daughter-radhikas-justice-in-varal-village

જેમાં જિલ્લા અને તાલુકાઓના કોળી સમાજના આગેવાનો હોદેદારો પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો હિંદુ સમાજ અને સંગઠનના આગેવાનો પણ શોકસભા માં જોડાયા હતા અને વહેલી તકે તમામ હત્યારાઓ ને કડક સજા થાય તે માટે ન્યાય સભા પણ યોજવામાં આવી હતી.

samast-hindu-samaj-held-a-justice-meeting-for-daughter-radhikas-justice-in-varal-village

આ કેસના તમામ આરોપીઓનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટ માં ચલાવી ને તમામને ફાંસી ની સજા ફરવામાં આવે અને લઘુમતી સમાજ સાથે કોઈ પણ પ્રકારનું સામાજિક કે આર્થિક વ્યહવાર નહિ કરવા સમગ્ર હિંદુ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જ્યારે ન્યાય સભામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

Exit mobile version