Sihor

સિહોરના ગૌતમેશ્વર રોડ પરના ખેતરમાંથી મહાકાય અજગરને સ્થાનિક લોકોએ ઝડપી વનવિભાગને સોંપ્યો

Published

on

સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સિહોરના ગૌતમેશ્વર રોડ પર આવેલ ખેતરમાં મહાકાય અજગર  દેતા જીવદયા પ્રેમી યુવક અને સ્થાનિક લોકોએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. પકડતાની સાથે જ અજગર આકુળ-વ્યાકુળ થઈ જમીન ઉપર આળોટવા માંડ્યો હતો જીવદયા પ્રેમી યુવકોએ મહામેહનતે અજગરને પકડી લઈ કોથળામાં પુરી વનવિભાગ તંત્રને જાણ કરતા કર્મચારીઓ ખેતરમાં દોડી આવ્યા હતા એને કોથળામાં પુરાયેલ અજગરને સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સિહોર પંથકમાં થોડા દિવસો થી મહાકાય અજગર દેખાતો હોઈ ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો અને ખેડૂતો એકલદોકલ જવાના બદલે કોઈને સાથે રાખીને ખેતરોમાં જવાનું પસંદ કરતા હતા.

The giant python was handed over to the forest department by local people from a farm on Gautameshwar Road in Sihore.

ખેતરમાં ચોમાસાની ઋતુમાં ખેતરોમાં ગાય-ભેંસ, ઘેટાં-બકરી જેવા ઢોર-ઢાંખર ચરવા આવતા હોય સાથે ખેતરોના સીમાડા પણ ખેતમજૂરોથી ધમધમતા હોવાથી પશુપાલકો અને ખેતર માલિકોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે ગઈકાલે ગૌતમેશ્વર રોડ પર 6.5 ફૂટ લાંબો અજગર જોવા મળતા ગામના જીવદયા પ્રેમી યુવકો દોડી આવી અજગરને ઝડપી પાડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઝાડી ઝાંખરામાંથી ઝડપી પાડી વનવિભાગ તંત્રને સોંપી દીધો હતો 6.5 ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Trending

Exit mobile version