Sihor

સિહોરના ગૌતમેંશ્વર રોડ વાડી વિસ્તારમાંથી અજગર પકડાયો : ખેડૂતોમાં ગભરાટ

Published

on

ગૌતમેંશ્વર રોડ પર આવેલી મધુભાઈની વાડીમાં અજગર નીકળતા ફફડાટ ફેલાયો : રેસ્ક્યુ ટીમે પકડી ફોરેસ્ટને સોંપી દીધો

સિહોરના ગૌતમેંશ્વર રોડ પર આવેલ એક ખેતરમાં અજગર જોવા મળતા ખેડૂતે એનિમલ વેલ્ફેર ટીમના સભ્યો ઘટના સ્થળે પહોંચી અજગરને પકડી લઈ ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો અજગરની લંબાઈ આશરે પાંચથી છ ફુટની હતી અજગરને પકડવા લોકો ઉમટી પડ્યા હતા સિહોરના સાગવાડી નજીક ગૌતમેશ્વર રોડે આવેલ મધુભાઈ ભગવાનભાઈની ખેતરમાં અજગર જોવા મળ્યો હતો. જેથી તેમણે એનિમલ વિભાગને જાણ કરતાં તેઓ ટીમના સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચી અજગરને પકડી લીધો હતો. આ અજગરને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. અજગરની લંબાઈ આશરે પાંચથી છ ફુટની હોવાનું જાણવા મળ્યું હતું ત્યાર બાદ વનવિભાગના કર્મચારીઓ ધટના સ્થળે દોડી જઈને પ્રાથમિક તપાસ કર્યા બાદ અજગરને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે મુજબનું જાણવા મળ્યું છે. અજગર નીકળતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે

Trending

Exit mobile version