Sihor
સિહોરની શિવમ હોસ્પિટલમાં શોટ સર્કિટ થતા આગનો બનાવ – ફાયર સેફટીમાં તંત્રની ઢીલાશ.?
પવાર
શહેરમાં ફાયર સેફટીમાં તંત્રની ઢીલાશ હોય તેવું કઈ ને કઈ લાગતું હોય છે. જ્યારે કોઈ આગની મોટી ઘટના બને અને નિર્દોષ બળીને મોત પામે ત્યારે તંત્ર સફાળું બેસીને દોડવા લાગે છે. ત્યારે ગઈકાલે સિહોરના દાદાની વાવ પાસે આવેલ શિવમ ગાયનેક હોસ્પિટલ માં સવારે દસ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી જે આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
શિવમ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રીક વાયરીંગ જૂનું હોવાને કારણે આગ લાગી હતી તેવું જાણવા મળ્યું હતું. આ આગની ઘટનામાં સંજોગે કોઈને મોટીજાન હાની થવા પામી ન હતી. ખાસ કરીને હોસ્પિટલની અંદર રહેલા સ્ટાફ માટે અલગથી બનાવેલ રૂમમાં ઇલેક્ટ્રીક વાયરીંગ ની અંદર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.
શિવમ હોસ્પિટલમાં આગ સામગ્રીની હોસ્પિટલ ની અંદર ઉપલબ્ધ હોવાને કારણે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી ત્યારબાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને પણ જાણ કરવામાં આવેલ અને શિહોર નગરપાલિકા ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો બનાવને લઈને કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી સામાન્ય આગ લાગી હતી.આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. હવે તંત્ર જાગીને ફાય સેફટી અંગે ફરી તપાસમાં ઉતરે તો ભવિષ્યમાં આગની મોટી ઘટનાઓ રોકી શકે ખરી