Sihor

સિહોરના ડે કલેકટરે કાયદો બતાવ્યો અને તંત્ર ઉભા રોડે ચડ્યું ; બિસ્માર રોડ રસ્તાઓની મરામત શરૂ

Published

on

પવાર

ડે કલેકટર દિલીપસિંહ વાળાએ તંત્રને નોટિસ પાઠવી અને કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો, અનેક જગ્યાઓના બિસ્માર રોડની મરામત શરૂ, ચારેબાજુ ડે કલેકટર દિલીપસિંહ વાળાની સરાહના

સિહોરના રોડ રસ્તાઓ અનેક જગ્યાઓ પર તૂટેલી ફુટેલી હાલતમાં દેખાઈ છે પરંતુ રોડ વિભાગ ખુલ્લી આંખે તમાશો જોઈને હેરાન થતી પ્રજાની મજા લે છે ત્યારે સિહોર ડે કલેકટર દિલીપસિંહ વાળાએ ગઈકાલે એમના જ તંત્રને નોટિસ પાઠવી એક દિવસમાં રોડનું કામ શરૂ કરવા આદેશ કરતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ડે કલેકટરની નોટિસ ચીમકી બાદ તંત્ર ઉભા રોડે ચડ્યું છે અને રોડની મરામત કામગીરી શરૂ કરી છે, ડે કલેકટર દિલીપસિંહ વાળાની કામગીરી કરવાની પદ્ધતિની ચારેબાજુ સરાહના થઈ રહી છે, સિહોર શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે.

The Day Collector of Sihore showed the law and the system went up the road; Repair of Bismar Road roads started

જેને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો પડી રહ્યો છે. વરસાદથી પ્રિ-મોન્સુન પ્લાન ધોવાઇ ગયો છે. શહેરમાં રોડ રસ્તાઓ દરેક ચોમાસે ધોવાઈ જાય છે. અને શહેર ખાડા નગરીમાં ફેરવાઈ જાય છે. જેને કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

The Day Collector of Sihore showed the law and the system went up the road; Repair of Bismar Road roads started

વરસાદ થતા નવજીવન મળ્યું પણ નગરવાસીઓની સમસ્યામાં વધારો થયો. કારણ કે આ ખાડાઓને બુરવાની કોઈ પણ કામગીરી કરવામાં આવતી ન હતી જે ને લઈ ગઈકાલે સિહોરના ડે કલેકટર દિલીપસિંહ વાળા આકરા તેવરમાં જોવા મળ્યા હતા રોડ વિભાગને નોટીસ પાઠવી તત્કાલ કામ શરૂ ન થાય તો CRPC ૧૩૩ મુજબ કાર્યવાહી કરવાના આદેશ કરતા ગઈકાલે રાત્રિથી જ તંત્ર ઉભા રોડે ચડ્યું છે અને અનેક જગ્યાઓ ખાડાઓ બુરવાની કામગીરી તેમજ રોડ રસ્તાની મરામત શરૂ કરવામાં આવી છે દિલીપસિંહ વાળાની કામગીરી કરવાની પદ્ધતિને લઈ ચારે બાજુ સરાહના થઈ રહી છે અને રોડ રસ્તાઓની હાલત સુધરી રહી છે.

Advertisement

Trending

Exit mobile version