Sihor

સિહોરના વતની કોન્સ્ટેબલે કોઝવેમાં ડૂબી રહેલા વડીલનો જીવ બચાવ્યો

Published

on

દેવરાજ

ઇનામ નહીં સ્વીકારૂ પણ પૂ. મોટાના આશીર્વાદ લેવા આવીશ ; સંસ્કૃત સાથે એમ.એ.બી.એડ. કોન્સ્ટેબલની કર્તવ્યનિષ્ઠા

સિહોર તાલુકાના અગીયાળીના મૂળ વતની અને સંસ્કૃત ભાષા સાથે એમ.એ. બી.એડ., સંસ્કૃત ભાષાના વિદ્યાવાન અને સંસ્કૃતમાં શાસ્ત્રી અને આચાર્ય, શિક્ષાશાસ્ત્રી એવી ઉપાધિઓ પ્રાપ્ત કરનાર અને શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ (ગુરુકુળ પરંપરા)માં શિક્ષિત અને દીક્ષિત અને પોલીસમાં લોકરક્ષક તરીકે સુરત ચોક બજાર પોલીસ મથકમાં ફરજરત પોલીસ કોન્સ્ટેબલ ચિંતનભાઈ રાજ્યગુરુએ એક વૃદ્ધ સજ્જન નાગરિક જે કૉઝવેમાં ડૂબી રહ્યા હતા, તેઓને બચાવવા માટે જાતે જ કોઝવેમાં કૂદી પડ્યા અને આખરે વૃદ્ધજનને બચાવી લીધા. ત્યારબાદ વૃદ્ધ સજજનના પૂરા પરિવાર જનોએ ભેગા મળી ચિંતનભાઈનું કુમકુમ અને અખંડ અક્ષતથી તિલક કરી આભાર ભાવ પ્રગટ કર્યો હતો.

The constable, a native of Sihore, saved the life of an elder who was drowning in the causeway

આ વાત જાણીને સુરતના જહાંગીરપૂરામાં આવેલા પૂજ્ય મોટા આશ્રમના સંચાલકોએ સમાજહિતમાં થતા સાહસભર્યા કાર્યોને બિરદાવવાએ આશ્રમની પરંપરા રહી હોય તેના ભાગરૂપે સન્માન અને પુરસ્કાર આપી સન્માન કરવું એવુ નક્કી કર્યું. ત્યારબાદ ચિંતનભાઈને જાણ કરી. ચિંતનભાઈએ પૂજ્ય મોટા હરીઓમ આશ્રમ સંચાલક શૈલેષભાઈ ગોટીને કહ્યું કે, તમારા દ્વારા થતું સન્માન મારા માટે અમૂલ્ય છે. પણ કોઈ પણ પ્રકારના પુરસ્કાર માટે મને માફ કરશો. ક્યારેક હું પૂજ્ય મોટાના આશીર્વાદ લેવા આશ્રમે આવીશ.

Advertisement

Exit mobile version