Bhavnagar

મુખ્યમંત્રીએ પુજા-અર્ચના કરી ચાર્જ સંભાળ્યો : રાજયના નવનિયુક્ત મંત્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રી સામે ચાલીને પહોંચ્યા : શુભેચ્છાઓ પાઠવી

Published

on

કુવાડિયા

રાજય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીશ્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા ગયા અને શુભેચ્છાઓ પાઠવી, મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો નાગરિકો સાથે મંત્રીશ્રીઓના કાર્યાલયના પરસાળમાં ઉભા રહી વાત કરીને લાક્ષણિક સરળતા દર્શાવી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પોતાના આગવી સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભુપેન્દ્રભાઈ’ બની રહ્યા છે, તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો, મુખ્યમંત્રીશ્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુક્ત મંત્રીશ્રીઓના સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઈ પહોંચ્યા હતા અને મંત્રીશ્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી. એટલું જ નહી, મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીશ્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા, મુખ્યમંત્રીની આવી સાહજીકતાથી મંત્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદ સહ આશ્ર્ચર્યની અનુભૂતિ કરી હતી.

Exit mobile version