Mahuva
ડુંગળીના ભાવમાં સુધારા કરવાના પગલા ભર્યા
પવાર
મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી ચાલુ કરાઈ; 8.29 રૂપિયાનો ઓપન ભાવ જાહેર કરવામાં આવ્યો
ડુંગળી પકવતા ખેડૂતોની વેદનાને લઈને રાજ્ય સરકાર દ્વારા ડુંગળીના ભાવમાં સુધારા કરવાના પગલા ભર્યા હતા. બે દિવસ અગાઉ ડુંગળીના ભાવમાં બે રૂપિયાની વધારો કરેલો, પરંતુ આ નિર્ણયથી ડુંગળી પકડતા ખેડૂત નારાજ થઈ ચૂક્યાં હતા. ત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નાફેડ દ્વારા જે અનાજ અને સિંગની ખરીદી કરતા હોય, પરંતુ આ વર્ષે નાફેડને ડુંગળી ખરીદી કરવા માટેનો આદેશ આપેલો હતો. જેને લઈને આજે તારીખ 9/3/2023ના રોજ નાફેડ અધિકારીઓ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને ડુંગળીની ચકાસણી કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, આવતીકાલથી અમારા નક્કી કરેલા સેન્ટરો પર અમે ડુંગળીની ખરીદી કરીશું.
યાર્ડમાંથી હરાજીમાંથી ખરીદી કરવામાં આવશે નહીં. જે કોઈ કિસાનોને ડુંગળી વેચવાની ઈચ્છા હોય તેઓએ નાફેડના નક્કી કરેલા સેન્ટરો ઉપર વેચવા માટે આવવાનું રહેશે. એવું નાફેડના અધિકારીઓ જણાવી રહ્યાં હતા. એક બાજુ ડુંગળી પકવતો ખેડૂત નાફેડના નિર્ણયથી નાખુશ છે. નાફેડમાં ડુંગળી વેચ્યા પછી કેટલા દિવસે પેમેન્ટ મળે તેની કોઈ ચોક્કસ ચોખવટ થઈ નથી. નાફેડના અધિકારીઓ દ્વારા ક્વાલિટીની ચકાસણી કરી અને ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીની જ ખરીદી કરવાના હોય તેવું માનવું છે. તો નીચલી ક્વાલિટીની ડુંગળી તેમજ બદલાનો માલ ખેડૂતે યાર્ડમાં જ વેચવાનો રહેશે. ડુંગળીની ખરીદી માટે નાફેડ દ્વારા 8.29 રૂપિયાનો ઓપન ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. મહુવામાં ત્રણ કેન્દ્રો આવતીકાલથી શરૂ કરવામાં આવશે અને ડુંગળીની ખરીદી કેન્દ્ર પરથી કરવામાં આવશે.