Mahuva
મહુવામાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતો પાયમાલ; વ્યાજબી ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતાનો વિષય
પવાર
- ડુંગળીના ભાવ સામે ખેડૂત લાચાર
હાલ સૌરાષ્ટ્રની અંદર ડુંગળીની મોસમ બદલાઈ રહી છે. જેને લઈને ડુંગળીની ઉપજ અને પકવતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે છે. હાલ ડુંગળીના ભાવ નીચા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતો પાઈમાલ થવાની અણીએ આવી ચૂક્યા છે. હાલ ડુંગળી 200થી 300 રૂપિયાના ભાવે વેચાય છે. ડુંગળી પકવવાનો ખર્ચ તેમજ ખાતર બિયારણ સાથે સાથે મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન બધું જ ભેગું કરીએ તો ડુંગળીના ભાવ અત્યારના 40%થી પણ નીચે આવી રહ્યાં છે. જો આવા ભાવે ડુંગળી વેચાય તો ખેડૂત લાચાર બની જશે અને સામે આવકમાં પણ ઘટાડો જોવા મળશે.
આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 80થી 85 હજાર લાલ ડુંગળીના થેલાની આવક થઈ છે. તેમજ 25થી 30 હજાર સફેદ ડુંગળીના થેલાની આવક થઈ છે, પરંતુ ભાવ સાવ નીચા તળિયે છે. લાલ ડુંગળીના ભાવ રૂ.200થી લઈને 300 સુધી છે. જો આજ ભાવ રહ્યાં તો આવનાર દિવસોમાં ડુંગળી પકવતા ખેડૂતોએ ડુંગળીની ખેતીમાટે વિચારવું પડશે. સરકાર આવનાર દિવસોમાં ડુંગળી ઉપર થોડું ધ્યાન આપે અને ટેકાના ભાવે ડુંગળી વેચાય તો ખેડૂતો મંદિના માહોલમાંથી બહાર આવી શકે. હાલ તો મંદીના માહોલમાં ડુંગળી પણ મંદિમાં ચાલતી હોય તેવું માર્કેટ યાર્ડમાં જોવા મળ્યું છે.