Sihor
સિહોર ; માતાને સંતાનો સાથે મિલન કરાવતી 181 અભયમ ટિમ
દેવરાજ
અડધી રાતે પતિ એ પત્ની ને કાઢી મૂકી અને સંતાનો પણ ન આપ્યા – મદદનો ફોન આવતા જ 181 અભયમ ટિમ પહોંચી
રાજ્યમાં મહિલાઓ ને નિર્ભય બનાવવા રાત દિવસ અભયમ ૧૮૧સેવા સતત કામ કરી રહી છે. ત્યારે પાલિતાણા તાલુકા ના એક ગામ માં રાત્રિ નાં સમયે એક મહિલા ને તેમના પતિ એ ઘરે થી બહાર કાઢી મૂકતાં પીડિત મહિલા મદદ માટે થઈને ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન માં ફોન કરતા અભયમ ટીમ મહિલા ની મદદ માટે ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
ઘટના સ્થળે પહોંચી ને પીડિત મહિલા સાથે વાત કરતા જણાવેલ કે તેમના પતિ સાથે જગડો થતાં પતિ એ તેમના નાના બાળકો ને પોતાની પાસે રાખી લીધા છે અને મહિલા ને ઘરે થી બહાર કાઢી મૂકી હતી મહિલા ને તેમના બાળકો અને પતિ સાથે રહેવું હતું. જેથી અભયમ ટિમ દ્વારા પતિ પત્ની ને કાઉન્સિલિંગ કરી સલાહ સૂચન આપેલ પરંતુ પતિ મહિલા ને રાખવાની નાં પાડતા મહિલા ને તેમના નાના બાળકો એક દીકરી અને દીકરા ને પતિ પાસે થી મેળવી ને મહિલા ને સોંપી ને મહિલાને અડધી રાતે મદદ પહોંચાડી હતી.