Botad
ઘરેથી બે દિવસ થી કાઢી મુકેલી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યુ બોટાદ 181 હેલ્પ લાઈન ટિમ
વિપુલ લુહાર રાણપુર
ગતરોજ બોટાદ રેલ્વે સ્ટેશનમાં પીડિત મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે તેના પતિએ ઝઘડો કરી ઘરેથી કાઢી મૂક્યા છે જે કોલ ને લઇ ૧૮૧ અભયમ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન કોન્સ્ટેબલ ઉર્વશી બા તેમજ પાયલોટ હરેશભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. મહિલા તેના ૭ વર્ષના દીકરા સાથે બોટાદ રેલ્વે સ્ટેશનમાં બેઠા હતા તેમના પતિ પણ ત્યાં હાજર હતા.૧૮૧ ટીમ સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ દરમિયાન ફરિયાદ મા જણાવ્યું હતું કે મહિલાની સાસરી બોટાદ સી.ટી વિસ્તારમાં છે આજ થી ૮ વર્ષ પહેલા તેમના પ્રેમ લગ્ન થયા હતા તેથી પિયર પરિવાર બોલાવતા નથી અને સાસરી પરિવાર અવાર-નવાર ઝઘડો કરી હેરાન કરતા તેથી પીડીતા તેના પતિ સાથે અમદાવાદમાં મકાન લઈ ૬ વર્ષથી અલગ રહે છે.
છતાં પણ તેના સાસુ ફોન કરી મે મારા દીકરાને વેચી દીધો એવો શબ્દ વારંવાર બોલતા હોય અને છૂટાછેડા આપી દે એવુ તેમના દીકરાને કહેતા હોય છે.તેમજ બનેવી પણ ફોન કરી અપશબ્દ બોલતા હોય તેથી મહિલા અને તેના પતિ ના લગ્ન જીવનમાં વારંવાર ઝઘડા થતા હોઈ છે બે દિવસ પહેલા ઝઘડો થતા તેના પતિએ ઘરેથી બહાર કાઢી અમદાવાદ મા રસ્તા પણ મૂકી ગયેલ મહિલા તેના બાળક સાથે બોટાદ આવી તેના ભાઇ ના ઘરે બે દિવસ થી રહે છે. આજ અમદાવાદ થી તેના પતિ લેવા આવ્યા હતા.૧૮૧ અભયમ ટીમ દ્વારા તેના પતિ અને સાસરીના સભ્યોને કાયદાકીય સમજ અને સલાહ-સુચન માર્ગદર્શન આપી લગ્ન જીવન તૂટતું બચે તે માટે એકબીજાની સામાજિક ફરજો અને જવાબદારી વિશે સમજાવી પતિ પત્ની વચ્ચે મતભેદો દૂર કરેલ મહિલાએ પ્રેમપૂર્વક તેના પતિ અને બાળક સાથે અમદાવાદ રહેવાનું નક્કી કરેલ. આમ, ૧૮૧ અભયમ ટીમે મહિલાનું સાંસારિક જીવનમાં આવેલ સમસ્યાનું નિરાકરણ કરેલ.