Sihor
ઘરેથી નીકળી આવેલ પીડિત મહિલાની સહાય કરતી 181 અભયમ સેવા
દેવરાજ
સિહોરના રાજપરા ખોડિયાર ખાતે નોંધારા બેઠેલી મહિલાની મદદ કરતી અભયમ ટિમ
સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર મંદિર પાસે એક મહિલા ઘરે થી નીકળી આવેલ હતી મહિલા ઘર પરિવાર ને છોડી ને આવેલ પરત જવા માગતા નથી જેથી ખોડિયાર મંદિર પર આશ્રય માટે આવ્યા હતા એકલી મહિલા ને નોધારા બેઠેલા જોઈને સેવા ભાવિ વ્યક્તિ એ ૧૮૧ મા કોલ કરી મહિલા ની સમસ્યા જણાવી હતી
૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલા ની સમસ્યા સાંભળી હતી પીડિત મહિલાનો પતિ દારૂ પિને મહિલા પર હાથ ઉપાડતા હતા શંકા – વહેમ કરતા હોવાથી મહિલા ને પતિ એ ઘર ની બહાર કાઢી મુકેલ હતા આત્મ હત્યા કરવાનો વિચાર કરી મહિલા ઘરે થી નીકળી ને મંદિર બેઠા હતા ૧૮૧ ટીમે દ્વારા મહિલા નું કાઉસેલિંગ કરી ને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ મહિલા ને પરિવાર મા પરત જવું નથી પિયર જવું નથી જેથી મહિલા ની સુરક્ષા ને ધ્યાન મા રાખી આશ્રય ગૃહમા મુકવામાં આવેલ.