Sihor

સિહોર ; સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને ફાયર સેફટીની તાલીમ

Published

on

પવાર

નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને અગ્નિશામક તાલીમ, ફાયર સિસ્ટમની પ્રાથમિક જાણકારી, ફાયર સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ અપાઈ

ફાયર સેફટી અંગે વિદ્યાર્થીઓ માહિતગાર બને તે હેતુથી નગરપાલિકા ફાયર સ્ટેશન સિહોર દ્વારા સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સ્કૂલ ખાતે ફાયર સેફટી સિસ્ટમના ઉપયોગ અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં શાળા આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Sihor; Fire safety training to girl students at Satchidananda Gurukul Vidyalaya School

આ તાલીમમાં નગરપાલિકા ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ, ધર્મેન્દ્ર ચાવડા, પ્રતીકભાઈ અનિલભાઈએ ઉપસ્થિત સૌને પ્રાથમિક અગ્નિશામક તાલીમ, ફાયર સિસ્ટમની પ્રાથમિક જાણકારી, ફાયર સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો, આકસ્મિક સંજોગોમાં કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેમજ આગ લાગે તેવા સંજોગોમાં કઈ રીતે આગ પર કાબુ મેળવવો વગેરે બાબતે વિગતવાર તાલીમ આપી સૌને ફાયર સેફટી અંગે માહિતગાર કર્યા હતા.

Advertisement

Trending

Exit mobile version