Sihor

સિહોર ફાયર બ્રિગેડ દ્વારા આઈટીઆઇ ખાતે ફાયર સેફટીનું માર્ગદર્શન અપાયું

Published

on

દેવરાજ
આગના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ ત્યારે આગની ઘટનાઓ ઘટાડવા તેમજ આગ લાગે અથવા આપત્તિજનક સ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે બચી શકાય અને તકેદારીના પગલાં કેવી રીતે લઈ શકાય તેના માટે આજે સિહોર આઈટીઆઈ ખાતે ફાયર સેફટી અંગેનો અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

Fire safety guidance was given at ITI by Sihore Fire Brigade

જેમાં વિધાર્થી અને શિક્ષકોને તાલીમ આપી માહિતી આપવામાં આવી હતી.

Fire safety guidance was given at ITI by Sihore Fire Brigade

ફાયર સેફટી અંગે વિદ્યાર્થીઓ માહિતગાર બને તે હેતુથી સિહોર ફાયર સ્ટેશન દ્વારા આઈટીઆઈ ખાતે ફાયર સેફટી સિસ્ટમના ઉપયોગ અંગેની તાલીમ યોજવામાં આવી હતી.

Fire safety guidance was given at ITI by Sihore Fire Brigade

આ તાલીમમાં ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુએ ઉપસ્થિત સૌને પ્રાથમિક અગ્નિશામક તાલીમ, ફાયર સિસ્ટમની પ્રાથમિક જાણકારી, ફાયર સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો, આકસ્મિક સંજોગોમાં કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેમજ આગ લાગે તેવા સંજોગોમાં કઈ રીતે આગ પર કાબુ મેળવવો વગેરે બાબતે વિગતવાર તાલીમ આપી સૌને ફાયર સેફટી અંગે માહિતગાર કર્યા હતા.

Advertisement

Exit mobile version