Sihor

સિહોર વિદ્યામંજરી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

Published

on

પવાર

  • નગરપાલિકા ફાયર શાખા દ્વારા સ્કૂલમાં ફાયર સેફટીના સાધનો અંગે વિદ્યાર્થીનીઓને અગ્નિશામક તાલીમ, ફાયર સિસ્ટમની પ્રાથમિક જાણકારી અને ફાયર સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ અપાઈ

ફાયર સેફટી અંગે વિદ્યાર્થીઓ માહિતગાર બને તે હેતુથી ફાયર સ્ટેશન સિહોર દ્વારા વિદ્યામંજરી સ્કૂલ ખાતે ફાયર સેફટી સિસ્ટમના ઉપયોગ અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં શાળાના સંચાલક ટ્રષ્ટિ પીકે મોરડીયાના માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Fire safety training was given to girl students in Sihore Vidyamanjari School

આ તાલીમમાં ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુએ ઉપસ્થિત સૌને પ્રાથમિક અગ્નિશામક તાલીમ, ફાયર સિસ્ટમની પ્રાથમિક જાણકારી, ફાયર સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો, આકસ્મિક સંજોગોમાં કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેમજ આગ લાગે તેવા સંજોગોમાં કઈ રીતે આગ પર કાબુ મેળવવો વગેરે બાબતે વિગતવાર તાલીમ આપી સૌને ફાયર સેફટી અંગે માહિતગાર કર્યા હતા.

Fire safety training was given to girl students in Sihore Vidyamanjari School

ફાયર શાખાના સ્ટાફે ફાયર સિસ્ટમનો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો જોઈએ તેમજ કેવા સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીના સાધનોથી અકસ્માતના સમયમાં બચાવ કરી શકાય છે, તે સહિતની બાબતો વિશે ટ્રેનિંગ આપવામાં આવી હતી

Trending

Exit mobile version