Bhavnagar

૭૦ હજાર કરોડનું બજેટ ધરાવતા મુંબઇના પૂર્વ મેયર શોભના રાવત બન્યા ભાવનગરમાં મહેમાન

Published

on

જશ જોષી

શોભના રાવતની ગુજરાત છાયા સાથે ખાસ મુલાકાત : આયુર્વેદમાં એમ.ડી. ગોલ્ડમેડાલીસ્ટ અને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રથમ આવેલા શિવસેનાના આ પૂર્વ મેયર મુંબઇમાં દબંગ મેયર તરીકે ઓળખાતા, વ્યાપક ધમકીઓ બાદ સરકારે તેમને ખાસ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી હતી : તમામ હુક્કાબારો પર જઇને જાતે રેડ કરતા અને હુક્કાબારો બંધ કરાવતા

રૂા.૭૦ હજાર કરોડનું બજેટ ધરાવતા મુંબઇના પૂર્વ મેયર શોભના રાવત પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ મુજબ ગઇકાલે મોડી સાંજે હવાઇ માર્ગે ભાવનગર આવી પહોંચ્યા હતા અને રાત્રે ૮-૩૦ થી ૯ વાગ્યા દરમ્યાન કોરોના કાળમાં મીથીલીન બ્લ્યુ સંદર્ભે જેમનાથી શોભના રાવત પ્રભાવિત થયેલા છે તે મહિલા કોલેજ પાસે ક્લીનીક ધરાવતા ડો ગોલવાલકરને શોભના રાવત મળ્યા હતા અને તેમની સાથે વિશેષ મુદ્દાઓ સાથે ચર્ચા કરી આજે રવિવારે સવારે ભાવનગરના પૂર્વ મેયર અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મહાજન અગ્રણી મેહુલ વડોદરીયાના નિવાસસ્થાને તેઓએ આતિથ્ય માણ્યું હતું. આ વેળાએ દેશના ખુબ જ પ્રસિદ્ધ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમના ગાંઠીયા અને પેંડાનો પોતાના પ્રવચનમાં જાહેર મંચ પરથી ઉલ્લેખ કરેલો છે તેવા દાસ પેંડાવાળા બૈજુભાઇ મહેતા, ગુજરાત છાયા દૈનિકના રાજેશ જાેશી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ સુનિલભાઇ વડોદરીયા, ઇપી સિનેમાના મેનેજર પંકજભાઇ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શોભના રાવત સાથે પેટછૂટી વાતો કરી હતી અને વિવિધ મુદ્દાઓ તેમજ સેવાકિય કાર્યો અંતર્ગત વિચાર વિમર્શ કર્યો હતો.

shobhana-rawat-the-former-mayor-of-mumbai-with-a-budget-of-70-thousand-crores-became-a-guest-in-bhavnagar

 

શોભના રાવત સાથે મીડિયાએ જે વાતચીત કરી તેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેણી બોરીવલીથી કોર્પોરેટર તરીકે ત્રણ ટર્મ એટલે કે ૧૫ વર્ષ સતત ચૂંટાયા અને કોર્પોરેટર રહ્યા અને ત્યારબાદ તેઓ મેયર થયા હતા. શોભના રાવત શિવસેનાના મેયર હતા. તે વેળાએ શિવસેના અને ભાજપનું ગઠબંધન હતું. આજે પણ શોભના રાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખુબ જ પ્રભાવિત છે અને તેમની કાર્યશૈલીના તેઓ ખુબ જ પ્રશંસક છે. શોભના રાવતે કહ્યું હતું કે, તેમણે આયુર્વેદમાં એમ.ડી. કર્યું છે અને ગોલ્ડમેડલ મેળવ્યો છે. સમગ્ર મહારાષ્ટ્રમાં તેઓ પ્રથમ નંબરે રહેલા છે. તેમના બહુચર્ચિત હુક્કાબાર સંદર્ભેના પ્રશ્ન અંતર્ગત તેણીએ કહ્યું હતું કે, હું જ્યારે મુંબઇની મેયર હતી ત્યારે મારૂં પ્રથમ ધ્યેય એ હતું કે, યુવાપેઢી વ્યસન અને નશાથી દુર રહે. તે વેળાએ મુંબઇમાં હુક્કાબારો ખુબ ખુલેલા, કેટલાક કાયદેસર અને કેટલાક ગેરકાયદેસર. તેણીએ બેધડક કહ્યુ કે, તેઓ પોતે પોલીસ અને કોર્પોરેશનને સાથે રાખી જાતે રેડ કરતા અને હુક્કાબારો બંધ કરાવતા. તેણીને તેના આ કાર્ય બદલ અનેક ધમકીઓ મળી, સરકારે સુરક્ષા વ્યવસ્થા આપી અને ત્યારબાદ તેઓ મુંબઇના દબંગ મેયર તરીકે પણ ઓળખાતા થયા હતા.

Advertisement

shobhana-rawat-the-former-mayor-of-mumbai-with-a-budget-of-70-thousand-crores-became-a-guest-in-bhavnagar

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયમાં શોભના રાવત સેવા આપે છે

મુંબઇના પૂર્વ મેયર શોભના રાવત આયુર્વેદ ક્ષેત્રે અનેક ડીગ્રીઓ ધરાવે છે. તેણી એવું સ્પષ્ટ પણે માને છે કે, આયુર્વેદ એ જીવન જીવવાની શૈલી હોવી જાેઇએ. આયુર્વેદના નીતિ નિયમો મુજબ અને ઋષિ પરંપરા મુજબ જાે લોકો જીવન જીવે તો તેઓ કોઇ રોગના ભોગ બનતા જ નથી. સ્વાસ્થ્ય ખુબ જ સારૂં રહે છે અને જીવન અને શરીર ઉર્જાથી ભરપૂર રહે છે. તેણીએ કહ્યું કે, કોરોના કાળમાં ભાવનગરના ડોકટર ગોલવાલકરજીના મીથીલીન બ્લ્યુ સંદર્ભેના ઉપયોગથી કોરોનાના દર્દીઓમાં ખાસો સુધારો આવ્યો છે. અને તેનું પરિણામ પણ મળ્યું છે. આથી તેઓ મીથીલીન બ્લ્યુ સંદર્ભે સરકાર દ્વારા અને આયુષ મંત્રાલય દ્વારા તેની જરૂરી પ્રક્રિયાઓ સાથે ઉપયોગમાં લઇ શકાય તેની એક વિચારણા ચાલે છે. આથી તેઓ ડાॅ.ગોલવાલકરજીને મળ્યા હતા. તેણીએ કહ્યું કે, વર્તમાન પેઢી જંકફૂડ બહારના ખુબ જ ખાય છે. તે શરીર માટે ખુબ જ હાનિકારક છે. તાજેતરમાં રાજકોટની એક ઘટનાના સંદર્ભે તેમણે ઉલ્લેખ કરતા કહ્યું કે, શાળાઓમાં હવે પીટીનો પીરીયડ જ બંધ થઇ ગયો છે. તે શરૂ થવો જાેઇએ. બાળકો કસરત જ નહિં કરે તો કેમ ચાલશે. આ સહિતના મુદ્દાઓ ઉપર તેમણે ત્યાં સુધી કહ્યું કે, મીથીલીન બ્લ્યુ ટીબીના દર્દીઓ માટે પણ અસરકારક પૂરવાર થઇ રહ્યુ છે.

 

બોરીવલીમાં ૧૫ વર્ષથી કોર્પોરેટર, મેયર પણ રહ્યા, ભાવનગરના અગ્રણીઓને મળ્યા અને કહ્યું, આ ભૂમિમાં તપોબળ છે

મુંબઇના પૂર્વ મેયર શોભના રાવત આજે ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરીયાના નિવાસસ્થાને અતિથિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અહિં ભાવનગરના અગ્રણી દાસ પેંડાવાળા બૈજુભાઇ મહેતા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ સુનિલભાઇ વડોદરીયા, ઇપી સિનેમાના મેનેજર પંકજભાઇ રાઠોડ, પત્રકાર રાજેશ જાેશી સહિતના અગ્રણીઓને મળ્યા અને તેમની વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે, તેઓ બોરીવલીના કોર્પોરેટર તરીકે ૧૫ વર્ષ રહ્યા અને સતત ચૂંટાતા રહ્યા. ભાજપ અને શિવસેનાના ગઠબંધન સાથેની મુંબઇ મહાપાલિકામાં તેઓ મેયર તરીકે રહ્યા. તેમણે કહ્યું કે, ભાવનગર એ સંતોની ભૂમિ છે અને પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ છે. આ રાજવીનો એક ઇતિહાસ છે જે ભારતને એક કરવામાં મોખરે રહ્યો. અને અગ્રેસર રહ્યો. તેમણે કહ્યું કે, આ ભૂમિ તપોબળની ભૂમિ છે.

Advertisement

Trending

Exit mobile version