Bhavnagar
ભાવનગરમાં જીતુ વાઘાણીના જન્મદિન નિમિત્તે મેગા મેડીકલ કેમ્પ યોજાયો
કુવાડીયા
ભાવનગર પશ્વિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના 55માં જન્મદિવસ નિમિતે મેગા મેડીકલ કેમ્પનું આયોજન પ્રા.શાળા નં-4, ચાણક્ય પ્રા.શાળા, કુંભારવાડા ખાતે આયોજન કરેલ. આ કેમ્પમાં સર.ટી હોસ્પિટલનો સ્ટાફ, તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ અને સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજન ડોકટરો અને મેડીકલ સ્ટાફ દ્વારા 1570 જેટલા દર્દીઓની તપાસ અને મફતમાં દવાનું વિતરણ કરેલ. આ કેમ્પ અંતર્ગત બેતાળા ચશ્માંનું વિતરણ રાખેલ જે અંતર્ગત કુંભારવાડા વિસ્તારના 615 ભાઈઓ અને બહેનો તેમજ વડીલોને બેતાળા નંબરના ચશ્માંનું વિતરણ કરેલ.
આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર પ્રભાબેન દ્વારા પોતાના ‘દેહ દાન’ની જાહેરાત કરવામાં આવેલ.ભાવનગર પશ્ર્ચિમ વોર્ડનીટીમો દ્વારા જીતુ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું, આ પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ભાવનગર પશ્ર્ચિમની તમામ પ્રા.શાળામાં જ્યાં વોટર કુલર નથી ત્યાં વોટર કુલર આપવાની જાહેરાત કરી. તેમજ જ્યા કેમ્પ હતો તે શાળા નં.4, ચાણક્ય પ્રા.શાળામાં નવી ‘સાઉન્ડ-સીસ્ટમ’ આપવાની જાહેરાત કરવામાં આવી.
સરકારી શાળામાં ભણતી તમામ દીકરીઓના ‘શું-ક્ધયા યોજના’ અંતર્ગત જે દીકરીઓએ નવો પ્રવેશ મેળવ્યો છે તે અને જે બાકી હોય તે તમામ દીકરીઓને ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ‘શું-ક્ધયા યોજના’ અંતર્ગત પોસ્ટમાં ખાતા ખોલી આપવામાં આવશે.
આ પ્રસંગે મેડીકલ કેમ્પમાં ભાવનગર શહેરના ભાજપ સંગઠનના અધ્યક્ષ અભયભાઈ ચૌહાણ, મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર જીલ્લા પંચાયતના પ્રતિનિધિઓ ભાવનગર શહેર ભાજપ સંગઠનના ત્રણેય મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા તથા ભાવનગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિશિરભાઈ ત્રિવેદી તથા શિક્ષણ સમિતિના સભ્યો, ભાવનગર ભાજપ સંગઠનના પૂર્વ મહામંત્રી તેમજ ભાવનગર શહેરના વોર્ડ પ્રમુખો તથા મહામંત્રીઓ, અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.