Sihor

ઠંડી સાથે ફૂકાતા ઠંડા પવનમાં થરથર ધ્રુજતુ સિહોર

Published

on

દિવસ દરમ્યાન પણ ફૂંકાતા બર્ફીલા પવન, ગરમવસ્ત્રોમાં જ જોવા મળતા શહેરીજનો, ઠંડા પવનને લઈ જનજીવન પ્રભાવિત થયુ

દેવરાજ
છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો અસલ મિજાજ જોવા મળી રહ્યો છે. પહાડી પ્રદેશોમાં થયેલ હિમવર્ષાના પગલે સમગ્ર ગુજરાતમાં હાજા ગગડાવતી ઠંડીની અસર જોવા મળી રહી છે. તો સિહોર શહેરમાં પણ અસહય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા હોય ઠંડીની અસર વધુ થઈ રહી છે. ગઈકાલે પણ જોરદાર ઠંડા પવન ફૂંકાતા હતા. શહેરીજનો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે. સ્વેટર, જાકીટ, ટોપી સહિતના ગરમવસ્ત્રોમાં જ જોવા મળી રહયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ  ત્રણ- ચાર દિવસ ઠંડીનું જોર રહેશે. તો રાત્રીના સમયે પણ ચહલ પહલ ઓછી જોવા મળે છે.

Shihor shivering in the cold wind blowing with cold

કામ વગર ઘરની બહાર નિકળવાનું લોકો ટાળતા જોવા મળે છે. શિયાળો ચરમસીમાએ પહોંચ્યો છે પૂર્વોત્તર દિશાઓ માથી સતત ફૂંકાઈ રહેલ બર્ફીલા પવનોની તિવ્રતામા વધઘટ થતી હોવા છતાં એકંદરે શિતલહેર અકબંધ રહી છે લોકો આ પવનોને “ઝેરી” પવનો ગણતા હોય આથી આ કાતિલ ઠંડી થી બચવા હાથવગા ઉપાયો અજમાવી રહ્યાં છે. શહેર-જિલ્લામાં ઠંડી ની સિઝને મોડી દસ્તક દિધી છે પરંતુ હવે જયાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે લોકો સહિત પશુ- પંખીઓ પણ કાતિલ ઠંડીથી ઠરઠરી ઉઠ્યાં છે ઠંડી એ સમગ્ર ગોહિલવાડને પોતાની આગોશમા સમાવી લીધું છે

Exit mobile version