Bhavnagar

10 ડિગ્રી સાથે ભાવનગર જિલ્લો ઠંડોગાર ; કાતિલ ટાઢથી જનજીવન થયું પ્રભાવિત

Published

on

પવાર

  • સિઝનમાં પ્રથમ વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો, દિવસનું તાપમાન વધ્યું છતાં બર્ફીલા પવને લોકોને ધુ્રજવી દીધા, માનવ જાત ઉપરાંત અબોલ પશુ-પંખીની હાલત કફોડી

મકરસંક્રાંતિથી ભુક્કા બોલાવતી ટાઢથી ગોહિલવાડવાસીઓ થર થર ધુ્રજી રહ્યા છે. ત્યારે હાડથીજાવતી ઠંડી ઘટવાને બદલે વધી જતાં સિઝનમાં પ્રથમ વખત ઠંડીનો પારો ૧૦ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના કારણે ભાવેણું સાથે જિલ્લો ઠંડોગાર થઈ જતાં કાતિલ ટાઢથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ખાસ કરીને સવાર અને રાત્રિના સમયે તો લોકોએ ઘરની બહાર નીકળવાનું જ ટાળી દીધું છે. દિવસે બર્ફીલા પવન ફૂંકાતા લોકો ધુ્રજી ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી બોકાસો બોલાવતી ઠંડી પડી રહી છે. ખીહર, વાસી ખીહર બાદ રાત્રિના સમયે ઠંડીનું જોર વધી જતાં શિયાળાની સિઝનમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન ૧૦.૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

bhavnagar-district-thandogar-with-10-degrees-peoples-lives-were-affected-by-katil-tadh

જેના કારણે રાત્રે રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. લોકો ધુ્રજાવતી ઠંડીથી બચવા માટે ઘરોમાં બારી-બારણાં બંધ કરી પૂરાઈ ગયા હતા. વહેલી સવારે જાણે માઉન્ટ આબુ પહોંચી ગયા હોય તેવું હાડ થીજાવતી ઠંડી વચ્ચે લોકોના મોઢામાંથી રીતસરના ધૂમાડા નીકળ્યા હતા. બર્ફીલા પવને લોકોને ધુ્રજાવ્યા હતા. ગરમ વસ્ત્રો પહેર્યા હોવા છતાં થથરાવતી ઠંડીનો અનુભવ થયો હતો.છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર ઠંડુગાર બની ગયું હોય, કાતિલ ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. ઠંડીમાં માત્ર માનવ જાત જ નહીં પરંતુ પશુ-પંખી પણ ઠુંઠવાતા મૂકજીવોની હાલત કફોડી બની ગઈ છે. મકરસંક્રાંતિના આગળના દિવસ સુધી ઠંડીનો માત્ર ચમકારો રહ્યો હતો. ત્યારબાદ શિયાળાની ઋતુએ રોકેટગતિની સ્પીડ પકડતા ઠંડીની સાથે સુસવાટા મારતો પવન ફૂંકાતા જનજીવન ઉપર તેની વિપરીત અસર પડી હતી.

Trending

Exit mobile version