Sihor

સિહોર સાથે સમગ્ર જિલ્લામાં હાડ થીજવતી શીત લહેર – લોકો ઠંડીમાં ઠુંઠવાયા

Published

on

દેવરાજ

  • સિહોર સાથે જિલ્લામાં શીત લહેર – લોકો ઠંડીમાં ઠુંઠવાયા
  • ડિસેમ્બરની ઠંડીએ રહી રહીને જોર પકડયું ; ઠંડીના ચમકારાથી જનજીવન પર ભારે અસર વર્તાઇ : મોડી સાંજ બાદ રસ્તાઓ સુમસામ

    સિહોર સહિત જિલ્લાના વિસ્તારોમાં ઠંડીમાં લોકો ઠુંઠવાય રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી હવામાનમાં એકા એક પલટા વચ્ચે પવનની ગતિ વધી છે ઉત્તર ભારતમાં થયેલી હિંમવર્ષા ઠંડાગાર પવનના કારણે ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે.લોકો ઠંડીના જોરથી બચવા તાપણા નું શરણ લીધું છે.છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી વધુ ઠંડુ  હાડથીજાવી દેતી ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળે છે .જેની અસર જનજીવન પર થર થર કાપી રહ્યું છે.
    A bone-chilling cold wave across the district along with Sihore - people shivered in the cold
    પવનની ગતિ અને ઠંડાબોર પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઠંડીએ ભારે જોર પકડયું છે.છેલ્લા બે ત્રણ દિવસથી કુદરતે જાને બરફની ફેક્ટરી ના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીતલ ઠંડીનો માહોલ થઈ જતા સમગ્ર તાલુકામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણાં સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજર પડતા હતા.  સાંજના સમયે બજાર સુમસામ નજરે પડે છે અને લોકો તાપના કરી ઠેર ઠેર જોવા મળી રહ્યા છે  શહેર અને તાલુકામાં લોકો ઠંડી થી બચવા માટે સ્વેટર અને જાકીટ તેમજ કાનટોપી પહેરી ફરતા નજરે પડયા હતા ચાલુ વર્ષે શિયાળાની તની શરૂઆત થઈ હોય તેઓ અહેસાસ જોવા મળી રહ્યો છે.

    શિયાળાની તુ શરૂ થઈ હોય તેમ  લાગી રહ્યું હતું છેલ્લા બે દિવસ ઉપરાંત થી સવારથી માંડીને સાંજ પડે કડકડતી ઠંડી પડી છે ત્યારે લોકોના ઘરના દરવાજા તેમજ બારીઓ પણ બંધ દેખાઈ આવી હતી અને લોકો ધર માજ મોટાભાગે રહેવાનું પસંદ કર્યું હતું. તો કેટલાક લોકો તાપણું સળગાવીને ઠંડીથી બચવા માટે કોશિશ કરતા નજરે પડયા હતા. સુસ્વાટા બોલાવતા પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સિહોર પણ ઠંડુગાર બની ગયું છે, અને જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.

Trending

Exit mobile version