Sihor
કોળી સમાજ આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિહોર ટિમ વિજેતા
Pvar
સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોળી સમાજ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાવનગર જીલ્લાના દરેક તાલુકા માંથી રમત પ્રેમી પોતાની ટીમ લઈને ઉપસ્થિતિ રહ્યા હતા કાર્યક્રમ ના આયોજક પરેશભાઈ જાદવ, શૈલેષભાઈ ખસિયા, જયદીપભાઈ વાઘેલા, વિક્રમભાઈ બારૈયા, રવિભાઈ બારૈયા, સંજયભાઈ પાટડીયા, દિનેશભાઈ ઠાકોર, તેમજ કોળી સમાજના દરેક વડીલ આગેવાનો અને યુવાનો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
આ ટુર્નામેન્ટમાં 12 ટીમ એ ભાગ લીધો હતો તેમાં ફાઇનલ મેચ પાલિતાણા સેડી ઈલેવન અને સિહોર આશીષ ઈલેવન વચ્ચે રમાઈ હતી તેમાં ફાઇનલ મેચ માં સિહોર આશિષ ઈલેવન ચેમ્પિયન થયું હતું. આ બે દિવસ ના આયોજન માં મહેમાનો તરીકે જેમની ઉપસ્થિત હતી
જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી કાંતિભાઈ ચૌહાણ,જિલ્લા કોળી સેના પ્રમુખ રાકેશ ભાઈ બારૈયા, મુન્ના ભાઈ ચોગઠ, ભાવેશભાઈ ગોહિલ, હર્ષદભાઈ મકવાણા, મુકેશભાઈ સીતારામ, સિહોર પોલીસ સ્ટેશન પી. આઇ. શ્રી ભરવાડ પી. એસ. આઈ શ્રી ગોસ્વામી રાઈટર જયતુભાઈ પો.કો વિરેન્દ્રસિંહ ગોહિલ ,વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર તેમજ દરેક સમાજ ના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…