Sihor

દીકરી જગત જનની..સિહોર ખાતે કોળી સેના અને મુકેશભાઈ સીતારામ આયોજિત ભવ્‍ય સમુહ લગ્નોત્‍સવ યોજાયો

Published

on

પવાર

  • ૧૪માં સમૂહ લગ્નોત્સવમાં ૩૬ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, દિવ્યેશ સોલંકી, ઉમેશ મકવાણા, દિનેશ ઠાકોર, મુન્નાભાઈ ચોગઠ, આનંદભાઈ ડાભી વગેરેઓની ઉપસ્થિતિ

 

છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળે છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજયમાં પણ યોજાઈ રહ્યા છે. એક દાયકા પહેલાં લગ્નોત્સવ સમારોહની શરૂઆત કરનાર યુવા કોળી સેના અને મુકેશભાઈ સીતારામ દ્વારા દર વર્ષની જેમ આ  વર્ષે પણ ૩૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા કાર્યક્રમમાં નવયુગલોને સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓ દ્વારા દરેક પ્રકારની ભેટ-સોગાદો આપવામાં આવી હતી આ તકે સમૂહ લગ્ન સમારોહમાં સમાજ અગ્રણી ગુજરાત કોળી સેના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી અખિલ ભારતીય કોળી/કોલી સમાજ પ્રદેશ ઉપાધ્યક્ષ મુન્નાભાઈ ચોગઠ ભાવનગર જિલ્લા કોલી સેના પ્રમુખ આનંદભાઈ ડાભી યુવા કોલી સેના પ્રમુખ રાકેશભાઈ બારૈયા ગુજરાત ઠાકોર સેના પ્રદેશ મહામંત્રી દિનેશભાઇ ઠાકોર ભાવનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ઉમેશભાઈ મકવાણા ભાવનગર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ મહિલા પ્રમુખ બેન શ્રી શીતલબેન ઝાલા સિહોર નગરપાલિકા ના કોર્પોરેટર મંગુબેન ઝીંઝુવાડિયા અને સિહોર કોળી સેના પ્રમુખ વિક્રમભાઈ બારૈયા ઉપ પ્રમુખ જયદીપ વાઘેલા માંધાતા પ્રમુખ શૈલેષભાઇ ખસિયા તેમની ટિમ અને કોળી સમાજ ના વિવિધ સંગઠન અને દરેક અગ્રણી આગેવાન હાજર રહ્યા હતા.

Exit mobile version