Sihor

રથયાત્રા અગાઉ સિહોર ખાતે સમગ્ર તંત્ર સાથે મામલતદાર જોગસિંહની અધ્યક્ષતામાં બેઠક, તંત્ર સ્ટેન્ડ બાય

Published

on

પવાર

મામલતદાર જોગસિંહ દરબારે આગામી અષાઢી બીજ તા.૨૦ના જૂન સિહોરમાં યોજાનારી જગન્નાથ રથયાત્રા સલામત, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્રની સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા કરી, તમામ તંત્રને જરૂરી સૂચનાઓ આપી, બેઠકમાં પીઆઇ ભરવાડ સહભાગી થયા

સિહોરના મામલતદાર જોગસિંહ દરબાર એ આગામી અષાઢી બીજ તા.20 લી જૂનેએ સિહોરમાં યોજાનારી જગન્નાથ રથયાત્રા સલામત, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેની તંત્રની સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સિહોર શહેરના સમગ્ર તંત્ર સાથે આ સંદર્ભમાં બેઠક મળી હતી અને જેમાં પીઆઇ ભરવાડ સહભાગી થયા હતા. આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે તેની કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સિહોર મામલતદાર જોગસિંહ દરબારની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Before the Rath Yatra, a meeting was held with the entire Tantra at Sihore under the chairmanship of Mamlatdar Jogsingh, Tantra stand by.

શહેરના વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં મામલતદારશ્રીએ પૂર્ણ ધાર્મિક શ્રધ્ધા સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે મામલતદારશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મામલતદારશ્રીએ રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓના કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય, રસ્તાની સફાઇ થઇ જાય, રસ્તામાં અડચણરૂણ વાયરો દૂર કરવામાં આવે, પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું. રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નિર્વિધ્ને ચાલે, રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર સિહોરવાસીઓ માટે ફરે તે માર્ગ પર જરૂરી સુવિધાઓ અને સગવડો સચવાય તેના માટે તંત્રના સહકાર માટે સૂચના કરી હતી.

Advertisement

Exit mobile version