Sihor
રથયાત્રાની તૈયારીઓ ; સિહોરમાં પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ-પેટ્રોલિંગ
પવાર
પીએસઆઇ ગૌસ્વામીએ મુખ્ય બજારમાં વેપારીઓ સાથે બેઠક લીધી, જરૂરી સૂચનાઓ આપવામાં આવી, કાયદો વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહિ : પીએસઆઇ ગૌસ્વામી, બેઠકમાં કિરણભાઈ ઘેલડાની પણ ઉપસ્થિતિ
સિહોર નગરમાં નીકળનાર રથયાત્રા અન્વયે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ-પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આવતા દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળનાર છે. આ વર્ષે પણ સિહોરમાં રથયાત્રા નીકળનાર ભગવાન જગનનાથની રથયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છિનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને શહેરના પોલીસ અધિકારીઓ પીઆઇ, પીએસઆઇ, કર્મચારીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું . સિહોર સાથે રાજ્યમાં રથયાત્રાનો માહોલ છે તો ઉત્સાહની કમી નથી . ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં નીકળનારી રથયાત્રાને લઈ પોલીસ તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા તમામ માર્ગ પર કોમ્બીંગ હાથ ધરાયુ હતું અષાઢીબીજ રથયાત્રા અનુસંધાને આજરોજ પીએસઆઇ ગૌસ્વામી સ્ટાફ સાથે શહેરના મુખ્ય બજારોમાં પેટ્રોલીંગ તેમજ મહોલ્લા વિઝીટ કરવામાં આવી હતી જેમાં આગેવાનો સાથે કોમી એકતા જાળવવા જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા, બેઠકમાં ખાસ મુખ્ય બજારના વેપારીઓ તેમજ શહેરના અગ્રણી પૂર્વ નગરસેવક કિરણભાઈ ઘેલડા પણ ઉપસ્થિત રહ્યા હતા.