Sihor
સિહોર પંથક અને જિલ્લામાં નકલી બાયોડીઝલનું ધૂમ વેચાણ
બરફવાળા
- કેન્દ્ર સરકારના મંત્રી સમક્ષ શક્તિસિંહ ગોહિલની રજૂઆત, કેન્દ્ર સરકારની આવકને ભારે મોટુ નુકશાન થઈ રહ્યુ છે
સિહોર પંથક અને જિલ્લામાં ઠેર ઠેર બાયોડીઝલના નામે ભેળસેળ યુક્ત એલડીઓ બળતણ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે. બાયોડીઝલના નામે ચાલતા આ કાળા કારોબાર પાછળ દર મહિને મોટી રકમનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાની પણ ચર્ચા છે. આ સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રુમખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પેટ્રોલીયમ મંત્રી રમેશ બિધુરી અને હરદીપસિંઘ પુરીને આ પ્રશ્ને રજુઆત કરી છે ત્યારે ભાવનગરના નારી ચોકડી, વરતેજ, કરદેજ, ઉંડવી, ઘાંઘળી, નેસડા, સોનગઢ, સણોસરા, રંઘોળા સહિતના સ્થળોએ આ LDOનું વેચાણ થાય છે.
હવે કેન્દ્ર સરકારે જ્યારે આ રજૂઆત બાદ શક્તિસિંહ ગોહિલને પણ પાઠવ્યો છે ત્યારે આ પ્રકરણમાં નકલી બાયોડીઝલનું વેચાણ રોકવા સરકાર અસરકારક પગલા ભરે તે જરૂરી છે. ઠેર ઠેર બાયોડિઝલના પોઈન્ટ શરૂ થઈ ગયા છે. વાહનોમાં ભેળસેળ યુક્ત બાયોડિઝલના ઉપયોગને કારણે પ્રદુષણનું પ્રમાણ વધી જાય છે, કેન્દ્ર સરકારની આવકને પણ નુકશાન થઈ રહ્યુ છે. આ પ્રકારના ઈંધણ સામે પ્રતિબંધ હોવા છતા આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. આવા નકલી બાયોટીઝલના વેચાણને લીધે પટ્રોલ પંપ પરથી ડીઝલ વેચાય છે તેના વેચાણને ફટકો પડે છે. પેટ્રોલપંપ ધારકોના જણાવ્યા મુજબ દર વર્ષે ડીઝલ વાહનોનું વેચાણ વધે છે. એટલે ડીઝલના વેચાણમાં વધારો થવો જોઈએ એને બદલે ડીઝલનું વેચાણ ઘટતુ જ જાય છે.