Sihor

ચાઈનીઝ દોરી વેચાણ કરનારાને ઝડપી પાડવા સિહોર નગરપાલિકાની ખાસ ડ્રાઇવ

Published

on

દેવરાજ

  • સમગ્ર શહેરમાં ચાઈનીઝ દોરી તુંકકલો વેચાણ ઉપર પ્રતિબંધ : કોઈપણ સ્થળે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોય તો સીધો નગરપાલિકાનો સંપર્ક સાધી શકશે અને વિગતો પણ આપી શકશો ; ચીફઓફિસર

મકરસંક્રાંતિનું પર્વ નજીક આવતું જઈ રહ્યો છે ત્યારે 14 જાન્યુઆરીના રોજ સિહોર શહેરમાં ઉત્સાહભેર મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવા માટે થનગનાટ બજારમાં જોવા મળી રહ્યા છે બજારમાં પણ પતંગ દોરાની બજારોમાં ખાણીપીણીની બજારોમાં ગરાગીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરી શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ લોકોનો લોકપ્રિય તહેવારો હોય તો તે મકરસંક્રાંતિનો છે

 

special-drive-by-sehore-municipality-to-crack-down-on-chinese-lace-sellers
special-drive-by-sehore-municipality-to-crack-down-on-chinese-lace-sellers

ત્યારે 14 જાન્યુઆરી હવે નજીક આવી રહી છે ત્યારે ખરીદીની તડામાર તૈયારીઓ શહેરવાસીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે મકરસંક્રાંતિ નો પર્વ પણ ઇકો ફ્રેન્ડલી રીતે ઉજવાય તેવા પ્રયાસો સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ખાસ કરીને ચાઈનીઝ દોરીઓ આવી રહી છે તેનાથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે

special-drive-by-sehore-municipality-to-crack-down-on-chinese-lace-sellers

અનેક પક્ષીઓના જીવ જઈ રહ્યા છે અને રસ્તા ઉપરથી પસાર થતાં અનેક વાહન ચાલકો આ ચાઈનીઝ દોરીથી ઘવાઈ રહ્યા છે ત્યારે આ મામલે સિહોર નગરપાલિકા દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરી અને આજથી ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે ખાસ કરીને જ્યાં ચાઈનીઝ દોરી નું વેચાણ થઈ રહ્યું છે ત્યાં આજથી તંત્રએ દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે નગરપાલિકા ચીફઓફિસર દ્વારા જણાવ્યું હતું કે કોઈપણ સ્થળ ઉપર ચાઈનીઝ દોરી નું વેચાણ થતું હોય તો સીધો નગરપાલિકાનો સંપર્ક સાંધી શકો છો

Advertisement

Exit mobile version