Bhavnagar

ઓનલાઇન દવાના વેચાણથી દર્દીના જીવન સાથે ચેડા – સરકાર પણ ઓનલાઇન વેચાણની તરફેણમાં નથી ; ભીષ્મ વોરા

Published

on

કુવાડિયા

ઓનલાઇન દવાના વેચાણથી ડુપ્લિકેટ દવા અને પ્રતિબંધિત ડ્રગ્ઝ સાથેની દવાના વેચાણનો ખતરો ; યુવાનો નશાકારક દવાઓ આસાનીથી મેળવી લે છે ; આવતા નજીકના દિવસોમાં ઓન લાઈન દવાના વેચાણ સામે સરકાર પણ કાયદો લાવી રહી છે – ભીષ્મ વોરા

છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન દવાના વધેલા વેપારનો મુદ્દો ચર્ચામાં છે. ભાવનગર સહિત ભારતભરમાં ઓનલાઇન દવાનો ધંધો ભલે કુલ દવાના ધંધાના 2થી 3 ટકાનો જ હોય પણ હકીકત એ છે કે આ ઓનલાઇન દવાના ધંધાથી ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. ઓનલાઇન દવાના નામે દ્વારા સીધી જ હોમ ડિલીવરી કરવામાં આવે છે. ઓનલાઇન બિઝનેસ હાલમાં ફૂલીફાલી રહ્યો છે. કેટલીક દવાનુ઼ વેચાણ કરતી ઓનલાઇન કંપની એનસીબીએ જે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે તે દવાઓ પણ ઓનલાઇન વેચાઇ રહી છે નેટ્રાઝીપમ, કલોનીઝિપમ, આલ્પ્રાઝોલમ સહિતની ડ્રગ્સ યુક્ત દવાનું વેચાણ કરે છે અને આ રીતે પ્રતિબિંધિત દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.

Online medicine sale compromises patient's life - Even government is not in favor of online sale; Bhishma Vora

ત્યારે સરકાર ઓન ઓન લાઈન દવાનું વેચાણ બંધ થાય તેની તરફેણમાં હોવાનું ભીષ્મ વોરાએ જણાવ્યું હતું અસલી નકલી દવાનો ભેદ પણ ઓનલાઇન દવામાં પારખવો લગભગ અશક્ય હોય ઓનલાઇન વેચાણથી ડુપ્લિકેટ દવાનું વેચાણ પણ આ રીતે ઓનલાઇન થાય છે. હવે આપણા દેશમાં ઓનલાઇન દવાનો વેપાર મહત્વની ભૂમિકા ભજવે છે.જ્યારે હકીકત એ છે કે વિકસિત દેશમાં પણ દવાનો ધંધો ઓનલાઇન નથી. આથી સરકારે પણ આ બાબતે ખાસ નોંધ લીધી છે આવતા દિવસોમાં ઓન લાઈન વેચાણ સામે સરકાર કાયદા લાવવાની પણ તરફેણમાં હોવાનો રાજીપો મેડિકલ એસોસિએશનના ભીષ્મ વોરાએ કર્યો હતો

Advertisement

Exit mobile version