Bhavnagar
વડાપ્રધાન મોદી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો વિધિવત કરાવ્યો આરંભ
મિલન કુવાડિયા
વડાપ્રધાન મોદી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં સ્વામીનારાયણ સંતોએ પી એમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વડાપ્રધાને પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે એસપી રિંગ રોડના કિનારે ૬૦૦ એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી આજે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ઉદ્વાટન કર્યું છે. વડાપ્રધાન મોદી માટે આધુનિક સ્ટેજ બનાવાયું છે. એસ.પી.રિંગ રોડ પર બનાવામાં આવેલ પ્રમુખ સ્વામીનગરમાં એક મહિના સુધી આ શતાબ્દી મહોત્સવ ચાલશે. આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવાયો છે. તેમજ આવતીકાલથી લોકો માટે આ મહોત્સવને ખુલ્લું મુકવામાં આવશે. 600 એકરમાં પ્રમુખ સ્વામિ મહારાજ નગર બનાવાયુ છે. તેમાં ૮૦ હજાર સ્વયંમ સેવકો સેવા આપી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આધુનિક સ્ટેજ બનાવાયું છે. ફરતા સ્ટેજ પરથી પીએમ મોદી પ્રમુખ સ્વામિનારાયણ નગરનો નજારો માણશે. તથા પ્રમુખ સ્વામી મહારાજની ૪૫ ફૂટની ઊંચી પ્રતિમા પણ બનાવાઈ છે. વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલની સાથે સાથે નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ હાજર છે. જેમાં હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમિત પી. શાહ, કૌશિક જૈન, પંકજ દેસાઈ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે. તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ પણ સ્થળ પર આવી ગયા છે. આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે.