Sihor

સિહોર તાલુકાના પ્રાથમિક શિક્ષકને કબીર કોહિનૂર એવોર્ડથી સન્માનિત કરાયા

Published

on

Pvar

સિહોર તાલુકાની શ્રી મોટાસુરકા પ્રાથમિક શાળાના શિક્ષક નિરવભાઈ ચૌહાણનું દિલ્હી ખાતે નેશનલ કક્ષાના એવોર્ડ માટે ડોક્ટર આંબેડકર ઈન્ટરનેશનલ હોલ જનપથ રોડ ખાતે કબીર કોહિનૂર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના શિક્ષક નિરવભાઈ ગૌતમભાઈ ચૌહાણ પસંદગી ઉત્કૃષ્ઠ શિક્ષણ અને સમાજસેવા માટે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી સંતો, ભક્તો, મહંતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ દ્વારા સિહોર તાલુકો ભાવનગર જિલ્લો અને ગુજરાત રાજ્યમાંથી રાષ્ટ્ર કક્ષા સુધી ગૌરવવંતી ક્ષણ છે.

a-primary-teacher-of-sihore-taluka-was-honored-with-the-kabir-kohinoor-award

આ શુભ પ્રસંગે મુખ્ય અતિથિ બાલકનાથજી મહારાજ, મુખ્ય વક્તા વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશ મુનિજી મહારાજ નઈ દિલ્હી, સી.આર.ચૌધરી કેન્દ્ર પૂર્વ કેન્દ્રિય મંત્રી ભારત સરકાર, આચાર્ય 1008 વિચારદાસજી મહારાજ કબીર સમાધિ સ્થળ મગહર ધામ ઉ.પ્રદેશ., આચાર્ય સ્વામી પંકજ કૃષ્ણજી મહારાજ દિલ્હી પ્રાંત સાંસ્કૃતિક પ્રમુખ જાગરણ સમન્વય (RSS) મહંત સુધીરદાસ શાસ્ત્રીજી મહારાજ, ઈન્દ્રજીત શર્મા અધ્યક્ષ, પંડિત તિલક રાજ શર્મા, સ્મૃતિ વ્યાસ અમેરિકા, ડો.સૌરભ પાંડે, માનત કુલપતિ બેબી સ્ટોન બાઈબલ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ઝિમ્બાબ્વે, રેલવે બોર્ડના ચેરમેન રમેશચંદ્ર રતન, ડો.પરિન સોમાની, નિર્દેશક લંડન કૌશલ વિકાસ સંગઠન યુનાઈટેડ તથા મહંત ભારત ભૂષણ નાનક દાસજી હસ્તકે કબીર કોહિનૂર એવોર્ડ – 2023 આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મારી શાળા પરિવાર, ગામ, જિલ્લો અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ સન્માન પ્રાપ્ત થતાં પરિવારજનોમાં હર્ષની લાગણીનો અનુભવ થયો છે. અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

Exit mobile version