Gujarat
પ્રદેશ ભાજપનું સુકાન મનસુખ માંડવિયાને સોંપવાની તૈયારી : દિલ્હીમાં બેઠકોનો દોર
કુવાડિયા
ગમે ત્યારે સત્તાવાર જાહેરાતઃ માંડવિયા મળ્યા નડ્ડાને : માંડવિયાની છબી એકદમ સ્વચ્છ નેતાની છેઃ લોકો પસંદ કરે છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા મોદી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમને હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે. મનસુખ માંડવિયાની છબી એકદમ સ્વચ્છ નેતાની છે. લોકો તેને પસંદ કરે છે. ગુજરાતમાં જનજાગળતિથી માંડીને લોકોની માંગણીઓ પૂરી કરવામાં તેઓ હંમેશા આગળ રહે છે. ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સંગઠનમાં મોટો ફેરબદલ શરૂ થઈ ગયો છે. હવે એવા સમાચાર છે કે ભાજપ ગુજરાત અને એમપીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી શકે છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે ગુજરાતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે. મધ્યપ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીયનું નામ ચાલી રહ્યું છે.
આ સાથે જ પ્રહલાદ પટેલ અને સુમરેસિંહ સોલંકીના નામ પણ ચર્ચામાં છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલી હતી. સંગઠન અને સરકારમાં ફેરબદલને જોતા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માંડવીયા ગઈકાલે જ કર્ણાટકથી પરત ફર્યા છે. માંડવિયા અને ભાજપના મહાસચિવ વિનોદ તાવડેને વિપક્ષના નેતાની પસંદગી માટે નિરીક્ષક તરીકે ત્યાં મોકલવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચા છે. આ સાથે જ નવા પ્રમુખ તરીકે મનસુખ માંડવિયા અથવા પુરુષોત્તમ રૂપાલાનું નામ લેવામાં આવી રહ્યું છે. મનસુખ માંડવિયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ પણ જેપી નડ્ડાને મળશે. ત્યારબાદ પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ અને આંધ્ર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ પુરંદેશ્વરીને પણ મળશે. મનસુખ માંડવિયાને સૌપ્રથમ ૫ જુલાઈ, ૨૦૧૬ના રોજ કેન્દ્રીય કેબિનેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. ૩૦ મે, ૨૦૧૯ ના રોજ, તેમણે ફરીથી સ્વતંત્ર હવાલો સાથે રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા