Gujarat

કોંગ્રેસમાં નવાપ્રાણ – બાપુના હાથમાં કમાન ; ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની પસંદગી

Published

on

કુવાડિયા

ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની સીધી એન્ટ્રી, લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ, દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય, ગુજરાત કોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલના હાથમાં, હવે દિલ્હી અને હરિયાણાના પ્રભારીમાંથી મુક્ત થશે શક્તિસિંહ ગોહિલ

ગુજરાત કોંગ્રેસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે, ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. વિગતો મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટે ગુજરાતના જાણીતા ચેહરાનું નામ સામે આવ્યું છે. ગુજરાત કોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. નોંધનીય છે કે, ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યાં હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર અને સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા હાઇકમાન્ડ એક્શનમાં આવી છે. જેને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલ્યા હોવાની માહિતી છે. મહત્વનું છે કે, અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણુંક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી હતું. એક તરફ કોંગ્રેસ પાટીદાર ચેહરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા હતી પરંતું અનુભવ અને સિનિયરની રેસમાં શક્તિસિંહ હતા જેમને પ્રમુખ બનાવાયા છે. જેથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાયા છે

New life in Congress - bow in Bapu's hands; Election of Shaktisinh Gohil as State President of Gujarat Congress

શક્તિસિંહની નિમણુંક કોંગ્રેસ નવા પ્રાણ પુરાયા

ગુજરાતમાં મરણપથારીએ પડેલી ગુજરાતની ફરી સજીવન કરવા માટે દિલ્હી હાઈકમાને રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના આખા બોલા નેતા શક્તિસિંહ ગોહિલને પ્રદશ અધ્યક્ષ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. કોંગ્રેસમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા નેતાઓને આ સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે કે ગુજરાતના રાજકારણમાં હવે એમનાં વળતાં પાણી છે. શક્તિસિંહ ગોહિલ અત્યારસુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. જે જવાબદારી હવે દીપક બાબરિયા સંભાળશે. શક્તિસિંહ ગોહિલની ગણના રાહુલ ગાંધીના ખાસ નજીકના નેતા તરીકે થાય છે. ગુજરાતમાં કોંગ્રેસે સૌથી બોલ્ડ નિર્ણય લીધો છે. જેને પગલે ભાજપને પણ ટેન્શન આવશે.

Advertisement

ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની સીધી એન્ટ્રી

શક્તિસિંહ ગોહિલનું પ્રદેશ પ્રમુખ બનવું એ સાબિત કરે છે કે ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની સીધી એન્ટ્રી થઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ રાહુલ ગાંધીએ ગુજરાત તરફ લક્ષ્ય આપવાનું બંધ કરી દીધું હતું. હવે ગુજરાત એ કોંગ્રેસની પ્રાયોરિટીમાં આવ્યું છે કારણ કે કોંગ્રેસે લોકલ નેતાઓએ સૂચવેલા નામોને ફગાવી શક્તિસિંહ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. રાહુલ ગાંધી હવે સક્રિય પણે રસ લેશે એ નક્કી છે..

Trending

Exit mobile version